Bhavnagar

ભાવનગર ; ૩૮ મી રથયાત્રાના રૂટ પર પોલીસનું અંતિમ રૂટમાર્ચ .

Published

on

કુવાડિયા

એસપી , ડીવાયએસપી સહિતના લોકો જોડાયા, વ્રજ- ફાયર-એમ્બ્યુલન્સ તથા દૂરબીન સાથેના જવાનો પણ જોડાયા, પોલીસના ત્રીજી આંખ સમાન નેત્ર થી પોલીસ રાખશે બાઝ નજર.

આવતીકાલે સવારે ૮ કલાકે ભાવનગરમાં દેશની ત્રીજા ક્રમની અને રાજ્યની બીજા નંબરની રથયાત્રા નીકળનારી છે. ભગવાનના રથ સહીત સેકડો વાહનો અને ભક્તો સાથે ભગવાન જગન્નાથજીની ૩૮મી રથયાત્રાનો પ્રારંભ સુભાષનગર ખાતેના ભગવાનેશ્વર મંદિરેથી પ્રારંભ થશે. વહેલી સવારે ભગવાનના આંખો પરની પટ્ટીઓ ખોલી, પૂજન અર્ચન કરી ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને રથ પર બિરાજમાન કરી રથયાત્રાનો પ્રારંભ થશે. આ રથયાત્રા પૂર્વે રથયાત્રા રૂટ પર આજે એસપી સહિતની કારોનો કાફલો અંતિમ રૂટ માર્ચ માટે નીકળ્યો હતો. જેમાં તેમની સાથે અત્યાધુનિક વ્રજ-ફાયર-એમ્બ્યુલન્સ પણ જોડાય હતી. આ રથયાત્રા ઘોઘાગેઇટ થી હલુરિયા ચોક સુધી પસાર થાય જે વિસ્તાર અતિ સંવેદનશીલ વિસ્તાર હોય જેમાં પોલીસે પગપાળા માર્ચ કર્યું હતું.

Bhavnagar; The final route march of the police on the route of the 38th Rath Yatra.

બંદોબસ્ત ની વાત કરીએ તો રથની જવાબદારી એક ડીવાયએસપી અને બે પીઆઈ ને સોપવામાં આવી છે જયારે ભાવનગરને પોલીસ છાવણીમાં તબદીલ કરતા ૧૦ જીલ્લાના ૨૦૦૦ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓને બંદોબસ્તમાં જોડવામાં આવ્યા છે જેમાં ૧૫ ડીવાયએસપી-૪૦ પીઆઈ-૧૪૦ પીએસઆઈ,હથિયારધારી ઘોડેસવારો, તેમજ ૧૮૦૦ હોમગાર્ડના જવાનો, મહિલા પોલીસ તેમજ ૨ પેરામિલેટ્રીફોર્સ,૬ સી.આર.પી.એફ કંપની ,સહિતના ૫૦૦૦ જેટલા જવાનો બંદોબસ્તમાં જોડાશે જયારે આ રથયાત્રામાં પ્રથમવાર બોડીવોર્ન કેમેરા તેમજ ડ્રોન કેમેરાથી ખાસ નજર રાખવામાં આવશે.તેમજ દૂરબીન સાથેના જવાનો બંદોબસ્તમાં જોડાયા હતા તેમજ ધાબા પોઈન્ટ પર દુરબીન અને વોકીટોકી તથા રાયફલ સાથે જવાનો બંદોબસ્ત જાળવશે.આ ઉપરાંત સમગ્ર રૂટમાં રથયાત્રા પર સીસીટીવી કેમેરાથી તેમજ ત્રણ ડ્રોન દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે. જયારે ભક્તોને શાંતિપૂર્ણ રીતે દર્શન કરવા તેમજ પોલીસ બંદોબસ્તમાં સહકાર અઆપવા અપીલ કરી હતી તેમજ સવારથી અનેક રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે જેથી લોકોએ તેમાં પણ પૂર્ણ સહકાર આપી તેને અનુસરવા અપીલ કરવામાં આવી છે.

Advertisement

Exit mobile version