Bhavnagar
ભાવનગર મોઢ વણિક સમાજ ટ્રસ્ટ દ્વારા બોર્ડ પરીક્ષામાં ઉપસ્થિત થનાર વિધાર્થીઓનો શુભેચ્છા કાર્યક્રમ યોજાશે
દેવરાજ
ભાવનગરમાં વસતા તમામ મોઢવણિક જ્ઞાતિના વિધાર્થીઓ કે જે ચાલુ વર્ષે માર્ચ-૨૩ની ધો.૧૦ અને ધો.૧૨ ની ગુજરાત બોર્ડ કે સેન્ટ્રલ બોર્ડ ની પરીક્ષા આપી રહ્યા છે. તેઓ દરેકને શુભેચ્છા પાઠવવા માટે શ્રી ભાવનગર મોઢ વણિક સમાજ ટ્રસ્ટ દ્વારા એક શુભેચ્છા કાર્યક્રમ તા.૦૫/૦૩/૨૦૨૩ ને રવિવારે સાંજે ૫ થી ૬ દરમિયાન કાઠીયાવાડ મોઢવણિક કુમાર છાત્રાલય,ડોમિનોઝ પીઝા સામે,વાઘાવાડી રોડ ભાવનગર ખાતે રાખેલ છે. જે માટે ધો.૧૦ કે ૧૨ ની પરીક્ષા આપનાર આપણા સમાજના વિધાર્થી ભાઈઓ કે બહેનો આ માટે સુવ્યવસ્થા માટે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.
board
તો આપ વહેલી તકે નીચેના મોબાઈલ નંબર પર રજીસ્ટ્રેશન કરશો જે માટે આપે જો EXAM રીસીપ્ટ આવેલ હોઈ તો તેનો ફોટો તથા મોબાઈલ નંબર અને જો રીસીપ્ટ ન આવેલ હોઈતો નામ તથા મોબાઈલ નંબર સાથે નીચે નંબર પર તા.૪/૦૩/૨૦૨૩ ના સાંજે ૫ વાગ્યા સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવા પ્રફુલભાઈ વોરા મો.૯૯૨૪૯૯૪૫૪૭ અને ભાવેશભાઈ વોરા મો.૯૪૨૮૪૩૧૪૦૯ નો સંપર્ક કરવા પ્રમુખ સુનીલભાઈ પરીખ દ્વારા જણાવાયું છે