Sihor

બોર્ડની પરીક્ષા નિર્ભય બનીને આપવા માટે વિશેષ ટેલેલન્ટ પરીક્ષાનું આયોજન

Published

on

બરફવાળા

  • સિહોરની સંસ્કૃતિ સ્કૂલમાં મોક પરીક્ષાનું આયોજન – મીડિયા પાર્ટનર શંખનાદ સંસ્થાના સહયોગથી પરીક્ષા આપશે વિધાર્થીઓ
  • ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી વિષયની પરીક્ષાની કરાવાશે પ્રેક્ટિસ – ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત

શંખનાદ સંસ્થા સમાચારના મિડીયા પાર્ટનર અને સિહોર વિદ્યામંજરી સંસ્કૃતિ સ્કુલ દ્વારા સિહોર તાલુકાના ધો.૧૦ ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે ટેલેન્ટ એકઝામનું આયોજના કરવામાં આવ્યુ છે. ધો.૧૦ના બોર્ડના સિહોર તાલુકાની કોઇપણ સ્કૂલ, ટયુશનના ધો.૧૦ (ગુજરાતી માધ્યમ)ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાના છેલ્લા દિવસોનું રિવિઝન અને ભયમુક્ત પરીક્ષા આપવા માટે તેમજ બોર્ડની પરીક્ષામાં આત્મ વિશ્વાસ વધારવા બોર્ડની પરીક્ષા જેવી જ ઓપન સિહોર તાલુકા બોર્ડ ટેલેન્ટ એકઝામનું તા.૧/૩ થી તા.૩/૩ દરમ્યાન ત્રણ વિષય ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયની મોક એકઝામનું વિદ્યામંજરી સંસ્કૃતિ સ્કૂલ, સિહોર દ્વારા આયોજન કરવામાં આવેલ છે.

organized-special-talent-exam-to-crack-the-board-exam-fearlessly

આ પરીક્ષા માટે તા.૨૨/૨ થી તા.૨૫/૨ સુધી વિદ્યામંજરી સંસ્કૃતિ ખાતે બપોરે ૧૨ થી ૫ કલાક સુધી રૂબરૂ, વોટસએપ નંબર : 8866619899,9377539555 કે ક્યુ આર કોડથી રજિસ્ટ્રેશન કરી શકાશે. પરીક્ષા વિદ્યામંજરી સ્કૂલ ખાતે લેવાશે. રજિસ્ટ્રેશન માટે પાસપોર્ટ સાઇઝનો ફોટો આપવાનો રહેશે. પરીક્ષાનો સમય બપોરના ૧ થી ૪ નો રહેશે પરોમાના છેલ્લા દિવસે તા.૩ ને શુક્રવારે સાંજે ૪ થી ૬, અનુભવી વિષય તજજ્ઞો દ્વારા વિશેષ સેમિનારનું પણ આયોજન કરવામાં આવેલ છે.

Exit mobile version