Bhavnagar

ભાવનગરના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ બરફના ગોળા બનાવી મુસાફરોને ખવડાવ્યા

Published

on

કુવાડિયા

ધારાસભ્ય જીતુભાઇ વાઘણીએ અમરેલીના દેવરાજીયાની ગામની મુલાકાત લીધી, ગ્રામજનો એકઠા થયા, બરફના ગોળાની લારી પર ગોળા બનાવ્યા

ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને પુર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી આજે નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયાના ગામ દેવરાજીયાની મુલાકાત આવી પહોંચ્યા હતા. અહી તેમણે ગામના બસ સ્ટેન્ડ પાસે ગોલાની લારી જોતા તેઓ ઉભા રહી ગયા હતા. અહી તેમણે પણ ગોલા બનાવી મુસાફરોને ખવડાવ્યા હતા. પુર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી આજે બપોરના સુમારે નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયાના ગામ દેવરાજીયાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. તેઓ રસ્તા પરથી પસાર થઇ રહ્યાં હતા ત્યારે બસ સ્ટેન્ડ પાસે ગોલાની લારી જોઇ ઉભા રહી ગયા હતા.

Bhavnagar MLA and former Education Minister Jitubhai Vaghani made ice balls and fed them to the passengers

હાલ અમરેલી પંથકમા તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી આંબી ગયો હોય અને આકરો તાપ પડી રહ્યો હોય તેઓ ગોલાની લારીએ જઇ પહોંચ્યા હતા. તેમણે પણ ગોલા બનાવવાના મશીન પર હાથ અજમાવ્યો હતો અને જાતે ગોલા બનાવ્યા હતા અને અહીથી પસાર થતા મુસાફરોને પણ ખવડાવ્યા હતા. અહી ગ્રામજનો પણ એકઠા થઇ ગયા હતા. બાદમા તેમણે ગામની મુલાકાત લીધી હતી. જે તસવીરો પણ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે

Advertisement

Exit mobile version