Bhavnagar
ડમીકાંડ બાદ GISFS ભરતી કૌભાંડનું એપિસેન્ટર એટલે ભાવનગર જિલ્લો
બરફવાળા
850 લોકોએ નોકરી મેળવી હોવાનો આક્ષેપ, જ્ઞાતિવાદ અને સગાવાદના આધારે ગેરરીતિ આચરીને નોકરી અપાવ્યાની ફરિયાદ, હરપાલસિંહ ઉપરાંત અન્ય ત્રણ શખ્સો મુખ્ય સુત્રધાર હોવાના આક્ષેપ સાથે લેખીત રજૂઆત, માવજી સરવૈયાએ પ્રેસ કરી વિગતો આપી
રાજ્યવ્યાપી ડમી કૌભાંડના એપી સેન્ટર ભાવનગરમાં આ પ્રકરણ શાંત પડવાનું નામ ન લેતો હોય તેમ જેમ જેમ તપાસ ઊંડાણપૂર્વક થાય છે તેમ તેમ આરોપીઓના નામ એક પછી એક ખુલતા જાય છે. ત્યારે ડમીકાંડ જેવું જ 2011 થી GISFS માં ચાલ્યા આવતા કૌભાંડનો પર્દાફાશ કરાયો છે. જેની ગુજરાત ઔધોગિક સુરક્ષાદળ કર્મચારી એસોસીએશનના પ્રવક્તા માવજીભાઇ સરવૈયા નામના વ્યક્તિએ ગૃહ મંત્રી ગુજરાત રાજ્ય, રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર, ભાવનગર એસ.પી. રવિન્દ્ર પટેલને અરજી મોકલાવી છે. સિહોર ખાતે રહેતા અને ગુજરાત ઔધોગિક સુરક્ષાદળ કર્મચારી એસોસીએશનના પ્રવક્તા માવજીભાઇ કે સરવૈયા એ અરજીમાં જણાવ્યા પ્રમાણે આ કૌભાંડમાં મુખ્ય સુત્રધાર તરીકે હરપાલસિંહ ભરતસિંહ ગોહિલએ ખરકડી ગામના એક જ પરિવારના 10 થી વધારે લોકોને બોગસ પ્રમાણપત્રોને આધારે નોકરીએ લગાવ્યા છે.
હરપાલસિંહ એ તેના સગા બે ભાઇ અને કાકા-દાદાના કુલ આઠને ગેરકાયદેસર રીતે નોકરીએ ચડાવ્યા ઉપરાંત હરપાલસિંહ ગોહિલ 2011માં પોલીસ વેઇટીંગના નામે GISFSમાં ભરતી થયા પરંતુ હરપાલસિંહ ગોહિલે ક્યારેય પોલીસ પરીક્ષા પાસ કરી જ નથી તેની જગ્યાએ તેના કુંટુંબના કુલદિપસિંહ ગોહિલ પોલીસ પરિક્ષામાં પાસ થયા હતા અને તેના પોલીસ વેઇટીંગના નામ ઉપર સુધારો કરી તેઓ ગેરકાયદેસર રીતે નોકરીમાં ભરતી થયા હતા.
ઉપરાંત હરપાલસિંહ ગોહિલે વર્ષ 2018 માં ભરતીની જાહેરાત ન હોવા છતા જામનગરમાં એક જ જ્ઞાતીના 20 વ્યક્તિને ગેરકાયદેસર નોકરીએ ચડાવ્યા હતા જો કે, આ આક્ષેપોની સત્યતા માટે તંત્રને પુરાવા આપવાની તેમણે તૈયારી દર્શાવી છે. હરપાલસિંહ ઉપરાંત અન્ય ત્રણ વ્યક્તિ જે નોકરીએ લગાડવાના ગ્રાહકો શોધી સિહોરના વરલ ગામમાં જ એક જ જ્ઞાતીના 20 વ્યક્તિને નોકરીએ લગાડ્યા તદઉપરાંત સિરાજ નામના શખ્સે તેની નડીયાદ, આણંદ અને વડોદરામાંથી તેના જ જ્ઞાતીના 15 લોકોને ગેરકાયેદસર ભરતી કરાવ્યા.
આ બધા વ્યક્તિઓ પાસેથી ઉપરોક્ત ચારેય શખ્સોએ બે થી અઢી લાખ રૂપીયામાં સોદો કરેલ હોવાના આક્ષેપો સાથે માવજીભાઇ સરવૈયા એ તેની અરજીમાં જણાવ્યું હતું. તદઉપરાંત 2011 થી ચાલ્યા આવતા આ કૌભાડમાં અત્યાર સુધી 850 લોકોએ ગેરકાયેદસર નોકરી મેળવી લીધાનું જાણવા મળી આવ્યું હતું. આ અરજીને કારણે ડમીકાંડ પછી વધુ એક ચર્ચા ઉભી થઇ છે.