Sihor
ફરી એક ભરતી કૌભાંડ મામલે ગૃહમંત્રી સુધી રજુઆત ; GISFS માં ગેરકાયદેસર ભરતીઓ થઈ
પવાર
સિહોરના ખરકડી ગામના હરપાલસિંહ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી, એક જ ગામના 10 લોકોની પૈસા લઈને ગેરકાયદેસર ભરતી કરાવી હોવાનો સનસની આરોપ
ભાવનગરમાં ડમી કાંડનો મામલો હજુ સળગતો છે ત્યાં વધુ એક સંસ્થામાં ગેરકાયદેસર ભરતી થઈ હોવાનું સામે આવ્યું છે. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના માવજી સરવૈયા દ્વારા રાજ્યના ગૃહમંત્રીને લેખતીમાં રજુઆત કરી ને GISFS માં ગેરકાયદેસર થયેલ ભરતીની તપાસ કરીને કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી. તેમને જણાવ્યું હતું કે ગુજરાત સરકાર પ્રસ્થાપિત ગુજરાત ઇંસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ સોસાયટીમાં GISFS માં 1997/98 /2001/2002/માં સંસ્થા દ્વારા પોલીસ ની ભરતી ના નિયમુ મુજબ ભરતી કરવામાં આવી હતી વર્ષ-2021 માં SRP/SSB/આર્મી/ભૂમિ દળ/પોલીસ નિવૃત/હોમગાર્ડ નિવૃત કે રાજીનામું આપેલ લોકો GISFS માં ભર્તી થઈ સકે તેવી જાહેરાત GISFS ના CEO આર ડી બરંડા દ્વારા કરવામાં આવી હતી.
જેમાં ભાવનગર જિલ્લા ના ખરકડી ગામના હરપાલસિંહ ભારતસિંહ ગોહિલ GISFS માં વર્ષ 2011 માં પોલીસ વેઇટિંગ ના નામે ભરતી થયા છે એમાંણે કયારેય પોલીસ ની પરીક્ષા પાસ કરી નથી તેના ગામના અને તેના કુટુંબના કુલદીપ સિંહ ગોહિલ પોલીસ પરીક્ષામાં પાસ થયા હતા તેના પોલીસ વેઇટિંગ ના નામ ઉપર સુધારો કરી GISFS માં ગેરકાયદેસર ભરતી થયા છે અને તેના ગામના અને તેના સગા ભાઈઓ ને GISFS માં ગેરકાયદેસર ભરતી કરાવી છે. જેમાં તેમના ભાઈઓ સહિત એકજ ગામના ૧૦ બીજા લોકોને પૈસા લઈને GISFS માં ગેરકાયદેસર નોકરી અપાવી છે આ તમામ લોકો પોલીસ નિવૃત નથી હોમગાર્ડ નિવૃત નથી આર્મી નિવૃત નથી હોમગાર્ડ નિવૃત નથી આ લોકો ને ખોટા દસ્તાવેજો ઊભા કરી GISFS ઓફિસના અમુક કર્મચારીઓ સાથે મિલીભગત કરી ગેરકાયદેસર નોકરી અપાવેલ છે હરપાલ સિંહ ગોહિલ દ્વારા ખાટડી ગામના સાત લોકોને પૈસા લઈને GISFS માં ગેરકાદેસર ભરતી કરાવવામાં આવી છે હરપાલસિંહ ગોહિલ GISFS માથી બે વખત સસ્પેન્ડ થયેલ છે પૈસાના જોરે લાગવગ થી તાત્કાલિક ફરી નોકરી ઉપર લાગી જાય છે તેના કાકા SRP માં હતા તેમ છતાં તેમણે તેનો ઓર્ડર GISFS માં કરાવેલ તેનો બે વર્ષ નો પગાર તેણે લીધેલ GISFS માં ભરતી કૌભાંડ માં મુખ્ય સુત્રધાર હરપાલસિંહ ભારત સિંહ ગોહિલ છે તેની સામે તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરવા માટે માવજીભાઈ દ્વારા રજુઆત કરવામાં આવી છે.