Bhavnagar
ભાવનગર ; ડ્રેનેજ કામમાં બેદરકારી બદલ 11 લોકો સામે મનપા દ્વારા ચાર્જશીટ દાખલ થતા ખળભળાટ
બરફવાળા
નવા ભળેલા 4 ગામોમાં રૂ.41 કરોડના ખર્ચે ડ્રેનેજ લાઈન નાખવાનો પ્રોજેકટ કાર્યરત છે, લાઈનો નાખવાનો સમય બે વર્ષ પહેલાં પૂર્ણ થઈ જતા 1 વર્ષ વધુ સમય આપવામાં આવ્યો છે, કામમાં બેદરકારી અંગેની ફરિયાદો ઉઠતા કમિશનરે તપાસ કરતા બેદરકારી આવી સામે
કમિશનર દ્વારા 11 લોકો સામે ચાર્જશીટ કરી દાખલ, તત્કાલીન અને વર્તમાન કાર્યપાલક મળી કુલ 11 સામે ચાર્જશીટ, કસૂરવાર જણાશે તો થશે નિયમોનુસાર કાર્યવાહી ; કમિશ્નર
ભાવનગર મહાનગરપાલિકાની હદમાં નવા ભળેલા 4 ગામોમાં રૂ.41 કરોડના ખર્ચે ડ્રેનેજ લાઈનો નાખવાની કામગીરી આજથી 6 વર્ષ પહેલાં પ્રારંભથી હતી.જે પ્રોજેકટમાં ડ્રેનેજ વિભાગના અધિકારીઓ દ્વારા ભારે બેદરકારી દાખવવામાં આવી હોવાનું મનપા કમિશનર ને ધ્યાને આવતા તેની તપાસ કરતા થયેલી બેદરકારી સબબ મનપાના તત્કાલીન અને વર્તમાન કાર્યપાલકો સહિત 11 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી તેઓને પોતાનો જવાબ રજૂ કરવા તાકીદ કરી છે.જ્યારે આ પ્રોજેકટમાં બેદરકારી દાખવનાર સામે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેમ કમિશનરે જણાવ્યું છે. ભાવનગર મહાનગરપાલિકામાં નવા ભળેલા 6 ગામો પૈકી 4 ગામોમાં રૂ.41 કરોડ રૂ.ના ખર્ચે ડ્રેનેજ લાઈનો નાખવાની કામગીરી આજથી 6 વર્ષ પહેલાં હાથ ધરવામાં આવી હતી.
જેમાં આ પ્રોજેકટમાં ટ્રંક લાઈનો અને અન્ય લાઈનો અંગેની કામગીરીમાં સમય મર્યાદા બે વર્ષ પહેલાં પૂર્ણ થઈ જતા વધુ એક વર્ષની વધુ મર્યાદા આપવામાં આવી હતી.આમ છતાં હજુ આ કાર્ય અધૂરું હોય ત્યારે આ થઈ રહેલા પ્રોજેકટમાં ભારે બેદરકારી અંગેની ફરિયાદો ઉઠતા મનપા કમિશનર દ્વારા તેની તપાસ કરાવતા હકીકતમાં બેદરકારી સામે આવતા મનપા કમિશ્નર દ્વારા મનપા ડ્રેનેજ વિભાગના અધિકારીઓ કે જે નિવૃત થઈ ગયા કે બદલાય ગયા પરંતુ જે તે સમયથી આ પ્રોજેકટમાં સામેલ એવા તત્કાલીન અને વર્તમાન કાર્યપાલકો મળી કુલ 11 લોકો સામે મનપા દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે જેમાં તત્કાલીન કાર્યપાલક ઈજનેર એમ.આર. કુકડીયા,પી.જે.ચુડાસમા, હાલના કાર્યપાલક ઈજનેર એસ.વી.ગોહિલ, ડે.ઈજનેર આર.કે.મિયાણી,એ.સી. પડસાલા,એન.વી.પરમાર,એ.આર.ડોબરીયા,વી.યુ.મોરી,મિત રાઠોડ,હર્ષ પટેલ અને આકાશ જાદવ નો સમાવેશ થાય છે.કમિશનર દ્વારા ડ્રેનેજ કામના મુખ્ય ટ્રંક લાઇનના મેઈન હોલ ના લેવલ અને નાખેલી લાઈનોના લેવલ સ્કેચ સાથે યોગ્ય ગ્રેડ જળવાય ન રહેતો હોય તેમજ લાઈનો અને કુંડી લેવલ માં પણ બેદરકારી સામે આવી હોય તમામ 11 લોકોને પોતાનો જવાબ રજૂ કરવા તેમજ જો બેદરકારી જણાશે તો નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.