Bhavnagar

ભાવનગર કલેકટરનો ગાંધીજીને પત્ર : પ્રિય ગાંધીજી, ગાંધી મેળામાં જવાનું છે અને ત્યાં શું બોલવું તેની દ્વિધામાં છું

Published

on

કુવાડિયા

  • ગાંધી-વિચાર-મૂલ્યો સાથે અમારો મેળ રહ્યો નથી. ભાવનગરના કલેકટરનો ગાંધીજીને પત્ર

ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના 23મા ગાંધી મેળાનું આયોજન ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બપાડા ગામ ખાતે સહજાનંદ વિદ્યાલયમાં થયું હતું. જેમાં ભાવનગરના કલેક્ટર ડી કે પારેખે ગાંધીજીના નામે પોતાના પત્રનું હૃદયસ્પર્શી પઠન કર્યું હતું. જેમાં તેમણે શરૂઆત કરતા જણાવ્યું કે, પ્રિય ગાંધીજી, ગાંધી મેળામાં જવાનું છે અને ત્યાં શું બોલવું તેની દ્વિધામાં છું. ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીએ જણાવ્યું કે, તેમણે કરેલા આ પત્રના પઠનથી ઉપસ્થિત સૌ કોઈ ભાવવિભોર થઈ ગયા હતા.

Bhavnagar Collector's letter to Gandhiji: Dear Gandhiji, I am going to the Gandhi Mela and am at a loss as to what to say there.

જો કે નવી પેઢીમાંથી નવા ગાંધી અવતરી રહ્યા હોય તેવું દેખાય છે પ્રિય ગાંધીજી, ગાંધી મેળામાં જવાનું છે અને ત્યાં શું બોલવું તેની દ્વિધામાં છું. ગાંધી-વિચાર-મૂલ્યો સાથે જાણે અમારો મેળ રહ્યો નથી. ગાંધી-વિચાર-મૂલ્યોને અમે સમજવામાં મોળા પડ્યા છીએ. સત્યના પ્રયોગો, અહિંસા, શાંતિપ્રિયતા, નિર્ભયતા, સહનશીલતા, ન્યાયપ્રિયતા, સમભાવ, સ્વાશ્રય, સ્વચ્છતા, પર્યાવરણ-પ્રેમ, દૂરદર્શિતા, કુનેહ, સરળતા, સાદગી, શિસ્ત, કરકસર, પરિભ્રમણ, પત્રલેખન જેવાં આપના પ્રેરક ગુણો અદ્વિતીય છે. જો કે આપે વાવેલું સાવ એળે ગયું નથી, બલ્કે ઊગી નીકળ્યું છે. યુવા પેઢીમાંથી નવા ગાંધી અવતરી રહ્યાં છે તેનો સવિશેષ આનંદ છે. વિશેષ આવતા પત્રાંકે. આપનો..

Exit mobile version