Bhavnagar
ભાવનગર શહેર ભાજપ દ્વારા કેન્દ્ર સરકારના 9 વર્ષના સુશાસન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
કુવાડિયા
ધારાસભ્યો, મેયર, શહેર ભાજપ પ્રમુખ સહિતના લોકોની ઉપસ્થિતિમાં યોજાયું સંમેલન, ૫૦૦૦ જેટલા લાભાર્થીઓ રહ્યા ઉપસ્થિત, લાભાર્થીઓના મુખ પર અનેરી ખુશી જોવા મળી
ભાવનગર શહેર ભાજપ દ્વારા મોતીબાગ ટાઉનહોલ ખાતે કેન્દ્ર સરકારના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના નવ વર્ષ અંતર્ગત “લાભાર્થી સંમેલન”નું આયોજન કર્યું હતું. જેમાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, સેજલબેન પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ, મેયર,સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના લોકો તેમજ ૫૦૦૦ જેટલા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ જે લાભાર્થીઓને મળ્યો છે જેનાથી તેઓ ભારે ખુશ છે અને ખાસ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતા તેઓના મુખ પર જે ખુશી જોવા મળી હતી જે મોદી સરકારના ૯ વર્ષના સુશાસનનું ઉત્તમ ઉદાહરણ છે.
ભાવનગર શહેરના મોતીબાગ ટાઉનહોલ ખાતે શહેર ભાજપ દ્વારા મોદી સરકારના સુશાસનના ૯ વર્ષ વર્ષ અંતર્ગત “ લાભાર્થી સંમેલન” નું આયોજન કર્યું હતું. આ સંમેલન નો પ્રારંભ દીપપ્રગટ્ય અને મહેમાનોના સન્માન સાથે થયો હતો. ગુજરાતનું ગૌરવ અને પનોતા પુત્ર એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૪ માં કેન્દ્રમાં ધુરા સાભળ્યા બાદ લોકો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી, અને જેનો સીધો લાભ લાભાર્થીઓને મળે તે માટે યોજનાઓ અંગેની જાણકારી ઘર ઘર સુધી પહોચે તે માટે નાના થી લઇ મોટા તમામ ભાજપના કાર્યકરોને તેની જવાબદારી સોપી અને જેનો લાભ આજે ૯ વર્ષના લોકોને મળ્યો તેની અપાર ખુશી આજે આ લાભાર્થીઓના મુખ પર જોવા મળતી હતી.જેમાં ઘરના ઘરનું સ્વપ્ન હોય, આરોગ્ય લક્ષી સુવિધા માટે આયુષ્યમાન કાર્ડ,કુંવરબાઈ નું મામેરું જેવી અનેક યોજનાઓનો સીધો લાભ લાભાર્થીઓને મળ્યો અને જેના થકી તેઓ તેમના સ્વપ્ન પુરા થયા કે પછી કોઈ મોટી બીમારી સમયે આર્થિક ખુવારી થી બચી શક્યા,આ સંમેલનમાં અનેક લાભાર્થીઓએ કેન્દ્ર સરકારની યોજનામાં પોતાને મળેલા લાભો અંગે સ્વમુખે વર્ણન કરી યોજનાઓ અને સરકારની કામગીરી ને બિરદાવી હતી.
આ લાભાર્થીઓમાં દિવ્યાંગ લાભાર્થીઓ પણ પોતાને મળેલા યોજનાના લાભ ને લઇ આભાર વ્યક્ત કરવા ઉપસ્થિત રહ્યા હતા.જેમાં લાભાર્થીઓએ વડાપ્રધાનનો આભાર તો વ્યક્ત કર્યો પરંતુ આ યોજના તેમના સુધી પહોચી અને જેનાથી તેઓ લાભાર્થી બની શક્યા તે તમામ ભાજપના કાર્યકરોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. આ લાભાર્થી સંમેલનમાં એટલા બધા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા કે મોતીબાગ ટાઉનહોલ ટૂંકો પડ્યો હતો અને લોકો ઉપર ગેલેરીમાં કે બહાર બેસી ને તેમને મળેલા કેન્દ્ર સરકારની યોજનાના લાભ અંગે આભાર વ્યક્ત કરવા પહોચ્યા હતા. જે મોદી સરકારના સફળ ૯ વર્ષના સુશાસનનું ઉત્તમ ઉદાહરણ છે.