Bhavnagar
ભાવનગર અમદાવાદ હાઇવે અધેલાઈ નજીક અધૂરા કામ વચ્ચે ટોલ પ્લાઝા શરૂ કરાયો તે બંધ કરો : હરદીપ રોયલા
ગઈકાલે ખરાબ રોડના મુદ્દે ભાવનગરના યુવરાજે કરેલા ટ્વીટનો મુદ્દો હજુ ચર્ચામાં છે ત્યાં યુથ કોંગ્રેસના હરદીપ રોયલા ટોલના મુદ્દે મેદાને પડ્યા : રોયલાએ અધેલાઈના ટોલ નાકે કહ્યું જે થાય તે મારા પર કાર્યવાહી કરો મારે ટોલ લેવાનો નથી ભાવનગરના પ્રવાસે આવેલા કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુએ એક ટ્વીટ કરીને અમદાવાદ-ભાવનગર હાઈવેના વખાણ કર્યા હતા. ત્યારે હવે તેમના આ ટ્વીટ પર ભાવનગરના યુવરાજે ટ્વીટ કરીને જવાબ આપ્યાનો સમગ્ર મામલો રાજ્યભરમાં ચર્ચામાં છે ત્યા આજે યુથ કોંગ્રેસના નેતા હરદીપ રોયલા અધેલાઈ નજીક શરૂ કરાયેલા ટોલ ટેક્સના મુદ્દે મેદાને પડ્યા છે બે દિવસ અગાઉ ભાવનગર આવેલા કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુએ અમદાવાદ ભાવનગર હાઈવેના વખાણ કર્યા હતા.
ત્યારે આ રસ્તા મામલે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહીલે ટ્વીટ કરીને મંત્રીને રસ્તાની વાસ્તવિકતા જણાવી છે. જે મામલો મીડિયા અને સોશ્યલ મીડિયાના ખૂબ ચગ્યો છે ત્યાં આજે ભાવનગર ગ્રામ્ય યુથ કોંગ્રેસ નેતા હરદીપ રોયલાએ ટોલના નામે રૂપિયા લેવાનું બિલકુલ નથી રોડનું કામ અધૂરું હોવા છતાં ટોલ ટેક્સ લેવાતો હોવાનો આરોપ કરીને રોયલાએ અધેલાઈના ટોલ નાકે કહ્યું જે થાય તે કાર્યવાહી કરો મારે ટોલ લેવાનો નથી તેઓએ કહ્યું કે થોડાક દિવસો પેહલા કેન્દ્રીય મંત્રી કિરેન રીજ્જુ અમદાવાદ થી ભાવનગર તરફ આવી રહ્યા હતા ત્યારે જે અમદાવાદ થી ભાવનગર નેશનલ હાઈવે છે તેની પ્રશંસા કરેલી તે રોડનું કામ માત્ર 30 કિમિ થયેલું છે છતાં ટોલ ટેક્સ ઉઘરાવાનું ચાલુ કરી દીધું છે જે બાબતે નેશનલ રોડ વિભાગને પણ રજુઆત કરી છે અને તાકીદે ટોલ લેવાનું બંધ કરી રોડનું કામ પૂર્ણ થાય ત્યાં પછી ટોલ લેવામાં આવે તેવી માંગ કરી છે