Health

શું તમે પણ કબજિયાતથી છો પરેશાન? તો આ વસ્તુની સેવન કરો શરૂ; થશે ફાયદો

Published

on

કબજીયાત રહેવાથી શરીરમાં અનેક બીમારીઓ થાય છે. કબજીયાત ખરાબ આદતો, પાણીની કમી, ફાઇબર યુક્ત આહારની કમી અને ખોટા જીવન ધોરણને કારણે થઈ શકે છે. તો ઘણા લોકોમાં ભોજન બાદ વોક ન કરવી પણ કબજીયાત વધારી શકે છે. કબજીયાત રહેવાને કારણે પેટ સારી રીતે સાફ થતું નથી. કબજીયાત રહેવાથી ઉદાસી, આળસ અને થાક બનેલો રહે છે. આ સિવાય વ્યક્તિનું મન કામમાં લાગતું નથી. તો આ પરેશાનીથી બચવા લોકો ઘણા પ્રકારની દવાનું સેવન કરે છે, પરંતુ દવાઓનું વધુ પડતુ સેવન કરવાથી શરીર પર ખરાબ અસર પડે છે. તેવામાં અમે તમને જણાવીશું કે કઈ વસ્તુ ખાવાથી કબજીયાત દૂર કરી શકાય છે.

એલોવેરા જ્યુસ (Aloe Vera Juice)
એલોવેરા જ્યુસ આપણી સ્કિન વાળ અને હેલ્થ માટે ખુબ ફાયદાકારક રહે છે. કબજીયાતની ફરિયાદ થવા પર બે ચમચી એલોવેરા જ્યુસ પાણીની સાથે મિક્સ કરીને પીવો. તેનું સેવન તમે જ્યુસ અને નાળિયેર પાણીની સાથે પણ કરી શકો છો. ધ્યાન રહે કે એલોવેરા જ્યુસનું સેવન ખાલી પેટે કરવાનું છે. જો તમે પ્રથમવાર જ એલોવેરા જ્યુસનું સેવન કરી રહ્યાં છો તો થોડી માત્રામાં તેનું સેવન કરો. એલોવેરા પાચન તંત્રને ઠીક કરે છે.

બદામ (Almond)
બદામ પોષક તત્વોથી ભરપૂર હોય છે. બદામમાં પ્રોટીન, મેગ્નેશિયમ અને ફાઇબર હાજર હોય છે. જે કબજીયાત બનવા દેશે નહીં. બદામનું સેવન તમે સવારે ખાલી પેટે કરી શકો છો. વયસ્કોએ એક દિવસમાં 4થી 5 બદામ અને બાળકો 2થી 3 બદામ લઈ શકો છો. બદામનો ઉપયોગ ડેઝર્ટ બનાવવામાં પણ થાય છે.

કિશમિશ (Raisin)
ફાઇબરથી ભરપૂર કિશમિસનું સેવન કરવાથી કબજીયાની સમસ્યા દૂર રહે છે અને સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક હોય છે. તમે પણ 10થી 15 કિશમિશને રાત્રે સામાન્ય પાણીમાં પલાળી દો અને સવારે તેને પી લો. આ રીતે તમને કબજીયાતમાંથી રાહત મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version