Sihor

સિહોરમાં 200થી વધુ રીક્ષાઓ હોવા છતાં એક બે સ્ટેન્ડ બાદ કરતાં રીક્ષાના સ્ટેન્ડ નથી બોલો ; ટ્રાફિક સમસ્યાથી લોકો ત્રાહિમામ

Published

on

સિહોરમાં 200થી વધુ રીક્ષાઓ હોવા છતાં એક બે સ્ટેન્ડ બાદ કરતાં રીક્ષાના સ્ટેન્ડ નથી બોલો ; ટ્રાફિક સમસ્યાથી લોકો ત્રાહિમામ

મીટર વગર દોડતી રીક્ષા મનફાવે તેવા ભાડા વસુલે છે : કોઇપણ રોડની સાઇડ કે ખાંચા ગલીના નાકે અડીંગો જમાવી ઉભેલા રીક્ષાચાલકોથી લોકો ત્રસ્ત : સિટી બસ શરુ કરવા લોકોની માંગ : મોટાભાગના ચાલકો લાયસન્સ બેઇઝ વગરના

પવાર
રીક્ષા ચાલકો સિહોરના સોસાયટી વિસ્તારમાંથી એસ.ટી. સ્ટેન્ડ જવાના દિવસ દરમિયાન મસમોટા ભાડાઓ માંગતા અચકાતા નથી મોડી રાત્રે અને વહેલી સવારે બમણા ભાડાઓ માંગી રહ્યા છે. અને રેલવે સ્ટેશનથી ટ્રેનના સમયે રીક્ષા ભાડું રેલવે સ્ટેશને જવા કે રેલ્વે સ્ટેશનથી આવવા માટે મનફાવે તેમ માંગવામાં આવે છે. પેટ્રોલના ભાવોમાં વધારો કે ઘટાડો થાય પરંતુ રીક્ષા ચાલકો દિવસે કે રાત્રે મુસાફરોની ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. શેરીંઓમાં ચાલતી રીક્ષાના ચાલકો પણ મુસાફરો પાસેથી મન ફાવે તેવુ ભાડું વસુલી રહ્યા છે. અડધો રોડ રોકીને ટ્રાફિકને અડચણરૂપ થતા રીક્ષા ચાલકો સામે આર.ટી.ઓ. અને ટ્રાફિક પોલીસ દ્વારા પગલા ભરવા લોકોમાં માંગ ઉભી થઇ છે.

સિહોરમાં સિટી બસ શરુ કરવા લોકોની માંગ

રીક્ષાના પાર્કીંગ માટે શહેરના જુદા જુદા વિસ્તારમાં અડચણરૂપ ન હોય તેવી જગ્યાએ રીક્ષા સ્ટેન્ડ નોટીફાઇ કરી જાહેર કરવા જોઇએ. તેવી માંગ નગરજનોમાં ઉભી થવા પામી છે. ભાડાના મારથી નગરજનોને બચાવવા જેતે તંત્ર દ્વારા વહેલી તકે સિટી બસ સેવા શરૂ કરે તેવી લાગણી ઉગ્ર બની છે.

Advertisement

મોટાભાગના ચાલકો લાયસન્સ બેઇઝ વગરના

સિહોરમાં લાયસન્સ બેઇઝ ધારક રીક્ષા ચાલકને બદલે લવર મુંછીયાઓ રીક્ષા ચલાવે છે. મોટાભાગના રીક્ષા ચાલકો પાસે લાયસન્સ હોતા નથી, રીક્ષાનું પી.યુ.સી. સર્ટીફીકેટ પણ હોતુ નથી. શહેરમાં દોડતી રીક્ષાઓ પૈકી કેટલીક રીક્ષાઓ નો નિયમ મુજબનો ટેક્સ પણ ભરવામાં આવતો નથી. ટેક્સ ભર્યા વગર રીક્ષાઓ દોડે છે.

Trending

Exit mobile version