Sihor
સિહોર સરકારી હોસ્પિટલ ખાતે ગાયનેક તેમજ પિડીયાટ્રીશન ડોકટરો સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ
પવાર
ડો રુબીના પઢીયારે શંખનાદને વિગતો આપી, ડાયાલીસીસ કે બ્લડ માટે દર્દીઓને ભાવનગર જવાની જરૂર નથી, હોસ્પિટલ ખાતે તમામ વિભાગો રાબેતા મુજબ કાર્યરત
સિહોર સરકારી હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડૉ રૂબીનાબેન પઢિયાર દ્વારા શંખનાદને વિગતો આપતા ખાસ જણાવ્યું હતું કે સિહોરની સરકારી હોસ્પિટલ ખાતે સ્ત્રી રોગ ના નિષ્ણાંત ગાયનેક ડો. ટ્રીઝા પી.પારેખ, ડૉ. દિવ્યરાજસિંહ સરવૈયા (બાળ રોગ નિષ્ણાંત), ડૉ. જલકબેન માંડલિયા (બાળ રોગ નિષ્ણાંત), ડો અર્પિતાબેન જાજલ ( દંત સર્જન), ડૉ. કોમલબેન જોષી( ફિજ્યોથેરાપિસ્ટ), ની સેવાઓ સાથો સાથ હોસ્પિટલ ખાતે અત્યંત આધુનિક સુવિધાઓ સાથે ડાયાલિસિસ સાધનો દ્વારા દર્દીઓને ડાયાલિસિસની સેવાઓ આપવામાં આવે છે.
જેથી સિહોર તાલુકાના દર્દીઓને ભાવનગર ખાતે જવું ન પડે તે સેવાઓ ઉપલબ્ધ છે અને ખાસ ઇમરજન્સી બ્લડ સ્ટોરેજ રાખવામાં આવે છે જેમાં અકસ્માત તેમજ અમુક સગર્ભા બહેનો ડિલિવરી સમયે બ્લડ ની જરૂરત પડતી હોય છે જે આ સરકારી હોસ્પિટલ માં દાખલ કરેલ હોય તેઓને સેવાઓ પૂરી પાડવામાં આવે છે. હાલ એકસરે વિભાગ,લેબોરેટરી વિભાગ ફાર્મસીસ સહિત તમામ સેવાઓ રાબેતા મુજબ કાર્યરત હોવાનું કહ્યું હતું