Bhavnagar
અલંગના વેપારી બોટ, દોરડા, બોયા, રીંગ વાવાઝોડાને લઇ રાજ્યમાં જ્યાં જરૂર હોય ત્યાં વિનામૂલ્યે આપશે
બરફવાળા
બીપરજોય’ નામનું વાવાઝોડું ગુજરાત ના કેટલાક ભાગોમા ત્રાટકવાની સંભાવના ને લઇ રાજ્ય અને કેન્દ્રનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ સજ્જ થઈ રહ્યું છે.જેને લઈ અલંગ શિપ યાર્ડ ખાતે વર્ષોથી વિવિધ પ્રકારની બોટ સહિતની વસ્તુઓનો વેપાર કરતા વેપારી નો જિલ્લા રાજ્ય અને કેન્દ્ર ના ઉચ્ચ અધિકારીઓએ સંપર્ક કરતા જરૂર જણાયે આફત ગ્રસ્તો ને બચાવવા માટે અતિ આવશ્યક વસ્તુઓ વિના મૂલ્યે આપવાનો નિર્ણય લીધો છે. અલંગ શિપયાર્ડ ના વેપારી રમજાનભાઈ વસાયા જ્યારે પણ પુર વાવાઝોડા ની સ્થિતિ રાજ્ય અને દેશમાં સર્જાય ત્યારે મદદ માટે તૈયાર હોય છે.આગામી સમય માં પણ વાવાઝોડા ની આગાહી થઈ રહી છે. તેના પગલે લાખો રૂપિયાની કિંમત ની હોડી,એન્જીન વાળી બોટ, બોયા,રિંગ બોયા,લાઇફ જેકેટ અને દોરડાઓનો જથ્થો તૈયાર રાખ્યો છે.તેની પાછળ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા સૂચના આપવામાં આવી છે. ભાવનગર પૂરતું સીમિત નહિ રાજ્યમાં જ્યાં જરૂર પડશે ત્યાં મોકલવામાં આવશે.માનવતા નું કાર્ય હોય લાખો રૂપિયા ની કિંમત ના સાધનો વિના મૂલ્યે આપવામાં આવશે.
તેના માટે પણ આગોતરી તૈયારી થઈ ગઈ છે.કોઈ ખાનગી સંસ્થા આફત ગ્રસ્તોની મદદ કરવા ઇચ્છતી હોય તોપણ રમજાનભાઈ વસાયાનો સંપર્ક કરી શકે છે.‘બીપરજોય’ નામનું વાવાઝોડું ગુજરાતના કેટલાક ભાગોમા ત્રાટકવાની સંભાવનાને લઇ રાજય અને કેન્દ્રનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ સજ્જ થઈ રહ્યું છે.જેને લઈ અલંગ શિપ યાર્ડ ખાતે વર્ષોથી વિવિધ પ્રકારની બોટ સહિતની વસ્તુઓનો વેપાર કરતા વેપારીનો જિલ્લા રાજય અને કેન્દ્રના ઉચ્ચ અધિકારીઓએ સંપર્ક કરતા જરૂર જણાયે આફતગ્રસ્તોને બચાવવા માટે અતિ આવશ્યક વસ્તુઓ વિના મૂલ્યે આપવાનો નિર્ણય લીધો છે. અલંગ શિપયાર્ડના વેપારી રમજાનભાઈ વસાયા જયારે પણ પુર વાવાઝોડાની સ્થિતિ રાજય અને દેશમાં સર્જાય ત્યારે મદદ માટે તૈયાર હોય છે. આગામી સમયમાં પણ વાવાઝોડા ની આગાહી થઈ રહી છે તેના પગલે લાખો રૂપિયાની કિંમત ની હોડી, એન્જીન વાળી બોટ, બોયા, રિંગ બોયા, લાઇફ જેકેટ અને દોરડાઓનો જથ્થો તૈયાર રાખ્યો છે. તેની પાછળ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા સૂચના આપવામાં આવી છે.