National
ચંદ્ર પર સફળ લેન્ડીંગ બાદ દેશભરમાં ઉત્સવી માહોલ : લોકોએ ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચી કરી ઉજવણી
ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ બાદ વડાપ્રધાન મોદીએ ઈસરોના ચેરમેન એસ.સોમનાથ સહિત ઈસરોની સમગ્ર ટીમને અભિનંદન આપ્યાં.
આઝાદીના 75 વર્ષ બાદ ભારતે સમગ્ર વિશ્વમાં આજે ઇતિહાસ રચી દીધો છે. આજે ભારતની અંતરિક્ષ સંસ્થા ISRO દ્વારા પ્રક્ષેપણ કરવામાં આવેલા Chandrayaan-3નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડીંગ થયું છે. ચંદ્રની સપાટી પર ઉપગ્રહ ઉતારનાર ભારત દુનિયાનો ચોથો દેશ બન્યો છે અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉપગ્રહ ઉતારનાર ભારત દુનિયાનો પ્રથમ દેશ બન્યો છે.
ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ બાદ વડાપ્રધાન મોદીએ ઈસરોના ચેરમેન એસ.સોમનાથ સહિત ઈસરોની સમગ્ર ટીમને અભિનંદન આપ્યાં. બીજી બાજુ ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ બાદ સમગ્ર દેશમાં જશ્નનો માહોલ સર્જાયો છે. સમગ્ર દેશમાં દિવાળી હોય એમ લોકો ફટાકડા ફોડી રહ્યા છે અને મીઠાઈઓ વહેંચી રહ્યા છે.