Bhavnagar

એકમય દેશ / ગુલાલની છોળો ઉડી, આતશબાજી સાથે ભારત માતાનો જયઘોષ, ચહેરા પર છલકાતી આ ખુશી સબૂત છે અંતરીક્ષ વિજયની

Published

on

કુવાડિયા

ચંદ્રયાન-3ની સફળતા બાદ ઠેર ઠેર ઉજવણી, ચંદ્રયાન 3ની સફળતાને લઈ લોકોમાં ખુશી, ઈસરોના લીધે દરેક ભારતીયની છાતી ગજગજ ફૂલી, સિહોર ભાવનગર પોલીસ દ્વારા ઉજવણી

ભારત દેશએ અંતરીક્ષમાં પોતાની સિદ્ધિનો ડંકો વગાડ્યો છે. ચંદ્રયાન-3ને સફળતા પૂર્વક ચંદ્રની ધરતી પર લેન્ડિંગ કરી લીધું છે. 23 ઓગસ્ટ 2023નો દિવસ ભારત માટે ખાસ યાદગાર બની ગયો છે. લેન્ડર વિક્રમ આજે લેન્ડિંગ સાથે પોતાનું કામ શરૂ કર્યું છે. દેશના વૈજ્ઞાનિકો સહિત નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

India's mother cheers with fireworks, this happiness splashing on the face is proof of space victory.ચંદ્રયાનની સફળતા બાદ ઠેર ઠેર ઉજવણીનો માહોલ છવાયો છે. લોકોએ ગુલાલ ઉડાવી ઉજવણી કરી છે તેમજ ફટાકડા ફોડી આતશબાજી કરી છે. ભાવનગરમાં ઠેર ઠેર ચંદ્રયાન-3ની સફળતના લઈ ઉજવણી કરાઈ રહી છે. શહેરના નવાપરા ખાતે આવેલ SP ઓફિસ ખાતે પોલીસ બેન્ડ સાથે લોકોએ ચંદ્રયાન 3ની સફળતા પૂર્વક લેન્ડિંગને વધાવ્યું છે.

India's mother cheers with fireworks, this happiness splashing on the face is proof of space victory.

સિહોર પોલીસ મથક ખાતે ચંદ્રયાન 3ની સફળતાને લઈ ખુશીનો માહોલ છવાયો હતો. અધિકારી કર્મચારી દ્વારા તિરંગા સાથે ભારત માતાકી જયના નારા સાથે એકબીજાનું મો મીઠું કરાવ્યું હતું. ચંદ્રયાનના સફળ લેન્ડિંગની આનંદસભર ઉજવણી કરી હતી.

Advertisement

Trending

Exit mobile version