Sihor

સિહોરના આંબલા નજીક હિટ એન્ડ રનમાં યુવાનના મોતના કેસમાં આરોપીની ધરપકડ

Published

on

પવાર

સિહોરના આંબલા ગામ નજીક કિશન મકવાણા નામના યુવાનને કારે અડફેટે લીધા હતા. કિશન મકવાણા પોતાના સંતાનની રાહ જોઇને ઉભા હતા, ત્યારે તેમને તેજ ગતિથી આવતી કારે ટક્કર લગાવી હતી. આંબલા ગામ નજીક હિટ એન્ડ રનમાં યુવાનના મોતના કેસમાં આરોપીની ધરપકડ થઇ છે. હિટ એન્ડ રનના 9 દિવસ બાદ સોનગઢ પોલીસે આરોપી દિપક કોતરની ધરપકડ કરી છે.

Man dies in hit-and-run accident

કિશન મકવાણા નામના યુવાનને કારે અડફેટે લીધા હતા. કિશન મકવાણા પોતાના સંતાનની રાહ જોઇને ઉભા હતા ત્યારે તેમને તેજ ગતિથી આવતી કારે ટક્કર લગાવી હતી. જે પછી યુવકનું મોત થયુ હતુ. ત્યારે કિશનના અચાનક મોતથી તેની પત્ની અને બાળકો નિરાધાર થયા છે. જ્યારે પરિવાર સહિત ગામ શોકમગ્ન છે. આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પરિવાર માગ કરી રહ્યુ છે.

Exit mobile version