Sihor

અનોખી પહેલ ; ભરતસિંહ ગોહિલ અને ભરતભાઇ મેર સીધા પોહચ્યા કાર્યકર્તાના ઘરે, ભોજન લીધું

Published

on

કુવાડિયા

નિતનવા પ્રયોગો કરવામાં માહિર ભાજપ જાણે રાજકરણની પ્રયોગ શાળા હોય તેવો ઘાટ સર્જાયો છે. કાર્યકરો સાથે આત્મીયતા વધે અને કાર્યકરોનું માન-સન્માન વધે તે માટે ભાજપ દ્વારા નવો પ્રયોગ શરૂ કરાયો છે.

a-unique-initiative-bharatsinh-gohil-and-bharatbhai-mer-directly-reached-the-activists-house-took-food

જેમાં કાર્યકર્તાના ઘરે ભોજન આ અંતર્ગત ટોચના નેતાઓ કાર્યકર્તાના આંગણે મહેમાન બનશે અને ભોજન લેશે ત્યારે સિહોર તાલુકા ભાજપના મંત્રી પી.વી સોલંકીના જાંબાળા ખાતે આવેલ નિવાસસ્થાને ભરતસિંહ ગોહિલ અને ભરતભાઇ મેર સીધા પોહચ્યા હતા ત્યાં ભોજન લીધું હતું અહી નેતાઓને ભાવતા ભોજન કરાવવા ઉપરાંત અંતરના ઉમળકાથી મહેમાનગતિ કરી હતી આ વેળાએ રમેશભાઈ રાઠોડ, દિનેશભાઈ રબારી પણ જોડાયા હતા

Exit mobile version