Sihor

સિહોરની જગદિશ્વરાનંદ સોસાયટીમાં ભાજપના આગેવાને દબાણ કરતા ગટરના પાણીની નદી ભરાઈ ; ઉગ્ર રજુઆત થતા તંત્ર પોહચ્યું

Published

on

દેવરાજ
સિહોર રેસ્ટ હાઉસ સામે આવેલ જગદિશ્વરાનંદ સોસાયટી ખાતે રહેતા ભાજપના એક આગેવાન દ્વારા ગેરકાયદેસર શેરીમાં દબાણ કરતા સ્થાનિક રહેવાસીઓનું ગટરનું પાણી નિકાલ ન થતો આજે સ્થાનિક આગેવાનો દ્વારા ઉગ્ર રજુઆત નગરપાલિકા ખાતે થઈ હતી સ્થાનિક રહેવાસી ભૂપતભાઇ આલ, ગોપાલભાઈ, અશ્વિનભાઇ સહિત આગેવાનો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર મારકણાને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરવામાં આવી હતી તેમજ આ વિસ્તારમાં રહેતા ભાજપના આગેવાન તેમજ અન્યએ ગેરકાયદેસર રીતે દબાણ કરેલ જેના કારણે ગટરના પાણીનું તળાવ જાણે ભરાયું હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ હતી

A river filled with sewage water in Sihore's Jagadishwaranand Society forced by a BJP leader; The system reached due to intense complaints
A river filled with sewage water in Sihore's Jagadishwaranand Society forced by a BJP leader; The system reached due to intense complaints

ગટરના પાણીના કારણે રોગચાળાનો ભય રહેતો હોય આ અંગે સ્થાનિકોએ અગાઉ પણ રજૂઆત કરવા છતાં આંખ આડા કાન વહીવટદારો એ કરેલ તેમજ 30 ફૂટ રસ્તાનું પણ દબાણ કરેલ હોય તે ખુલ્લું કરવા માંગ સાથે અને દબાણ કરેલ રસ્તા ઉપર જ ગટરલાઈન આવતી હોય ગટરલાઈન નું પાણી ભરાતા ગંદકી સામ્રાજ્ય બેહદ પ્રમાણમાં જોવા મળતું છે હાલ ભાવનગર જિલ્લા સહિત સિહોર માં તાવ, શરદી, વાયરલ ઇન્ફેક્શન ને લઈ રોગચાળોની દહેશત પણ ઉભી થઇ છે

A river filled with sewage water in Sihore's Jagadishwaranand Society forced by a BJP leader; The system reached due to intense complaints
A river filled with sewage water in Sihore's Jagadishwaranand Society forced by a BJP leader; The system reached due to intense complaints

ત્યારે ગેરકાયદેસર રસ્તાનું દબાણ ખુલ્લું કરવું તેમજ ગટર લાઇન ખુલ્લી કરવા અને ગંદકી પાણી નિકાલ કરવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી જેને લઈ બપોર બાદ નગરપાલિકાના ચીફ ઓફિસર મારકણા, એન્જિનિયર નીતિનભાઈ પંડ્યા તેમજ ગટર વિભાગના સુપરવાઇઝર ભાવેશભાઈ બારોટ, બાંધકામ વિભાગ મનસુખભાઈ પરમાર વગેરે સ્ટાફ દ્વારા જેસીબી ટ્રેક્ટર વગેરે લઈને ડિમોલિશન કરવામાં આવ્યો હતો અને પાણીનો નિકાલ થાય તે માટે રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો જેથી લોકોમાં રાહત થઈ છે

Exit mobile version