Palitana
વાળુકડ લોક વિદ્યાલયની હોસ્ટેલના ટાંકા માંથી વિદ્યાર્થીનીની લાશ નો મામલો ; સી.આઈ.ડી તપાસની માંગ.
કુવાડિયા
પ્રાથમિક તબક્કે આત્મહત્યાના લગતા મામલામાં હત્યાની આશંકા દર્શાવી, આજે સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઇ રેલી સ્વરૂપે રજૂઆત માટે કલેકટર કચેરી ખાતે પહોચ્યા.
કલેકટરને આવેદનપત્ર પાઠવી આ બનાવમાં તપાસ સી.આઈ.ડી ક્રાઈમ ને સોપવા કરી માંગ, ન્યાય ના મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી.
પાલીતાણા તાલુકાના વાળુકડ ગામે આવેલી લોક વિદ્યાલયની હોસ્ટેલમાં ગત તારીખ ૧૩ માર્ચના રોજ કૃપાલી ડોળાસિયા નામની અને કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીની લાશ હોસ્ટેલની અગાસી પર આવેલા એક પ્લાસ્ટીકના પાણીના ટાંકા માંથી મળી આવી હતી.
આ વિદ્યાર્થીની ગુમ થયા બાદ તેની શોધખોળ કરતા તેની લાશ ટાંકા માંથી મળી આવતા પ્રાથમિક અનુમાન મુજબ આત્મહત્યા કરી હોય પરંતુ આજે એક માસ બાદ આજે સમાજના લોકો મોટી સંખ્યામાં જીલ્લા કલેકટર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોચ્યા હતા અને આ વિદ્યાર્થીનીની હત્યા થઇ હોવાની શંકા દર્શાવી તેની તપાસ સી.આઈ.ડી ને સોપવા માંગ કરી છે. પાલીતાણા તાલુકાના વાળુકડ ગામે આવેલી લોક વિદ્યાલયની હોસ્ટેલમાં ગત તારીખ ૧૩ માર્ચના રોજ કૃપાલી ડોળાસિયા નામની અને કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી મૂળ તળાજાના ગોરખી ગામની એક વિદ્યાર્થીનીની લાશ હોસ્ટેલની અગાસી પર આવેલા એક પ્લાસ્ટીકના પાણીના ટાંકા માંથી મળી આવ્યાના એક માસ બાદ આજે સમાજના લોકો મોટી સંખ્યામાં આ ઘટનામાં આત્મહત્યા નહિ પરંતુ હત્યા થઇ હોવાની આશંકા સાથે રજૂઆત માટે જીલ્લા કલેકટર કચેરી ખાતે પહોચ્યા હતા.
રેલીમાં ન્યાયની માંગ સાથેના બેનરો લઇ મહિલાઓ અને પુરુષો રેલીમાં જોડાયા હતા અને ભારે સુત્રોચ્ચાર સાથે ન્યાયની માંગ કરી હતી . વીર માંધાતા સંગઠનના પ્રમુખ રાજુભાઈ સોલંકીની આગેવાની માં સમાજના લોકોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આ બનાવમાં હત્યા થઇ હોવાની પૂરી શંકા વ્યક્ત કરતા કહ્યું કે આવડી પાણીની ટાંકીમાં વિદ્યાર્થીની પડીને આત્મહત્યા કરે તે વાત ગળે ઉતારે તેવી નથી. આ ઘટનામાં હકીકત કઈ અલગ જ હોય તેવું લાગી રહ્યું છે જેથી આ ઘટનામાં તપાસ સી.આઈ.ડી ક્રાઈમ ને સોપવામાં આવે અને પરિવારને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો ન્યાય નહિ મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.