Gujarat

કાયમને એક પ્રશ્ન દરેકના મનમાં હોઈ છે કે કેવી રીતે અપાય છે વાવાઝોડાના ભયસૂચક સિગ્નલ, તેમજ કેટલા સિગ્નલ હોઈ છે, અને બધા નો અર્થ શું છે, જાણવા માટે વાંચો ખાસ…….

Published

on

કુવાડિયા

આપણને કાયમ એક પ્રશ્ન મનમાં હોઈ છે કે કેવી રીતે અપાય છે વાવાઝોડાના ભયસૂચક સિગ્નલ, તેમજ કેટલા સિગ્નલ હોઈ છે, અને બધાનો અર્થ શું થતો હશે.. સમગ્ર બાબતને લઈ ભાવનગરના સરિતા માપક અધિકારી જીજ્ઞેશ જોશી ને પૂછાતા તેમને જણાવ્યું કે ચક્રવાતી તોફાનો માટે તમામ બંદરો પર ચેતવણીના સંકેતો અપવામાં આવે છે. જેના દ્વારા સમુદ્રમાં જ એલર્ટ આપવામાં આવે છે. ભારત પાસે વ્યાપક સિગ્નલિંગ સિસ્ટમ છે. જીગ્નેશ જોશી ના જણાવ્યા અનુસાર તમામ બંદરો પર ચક્રવાતના સંકેતો આપવામાં આવ્યા છે. જેને સાયક્લોન સિગ્નલ કેહવાય છે જેનો સામાન્ય અર્થ નજીક આવી રહેલા ચક્રવાતી તોફાન સાથે સંબંધિત સંકેત છે. બંદર ઉપર લગવામાં આવેલ સિગ્નલ શું સૂચવે છે, આ અંગે જીજ્ઞેશ જોશી દ્વારા જણાવવામાં આવ્યું કે (1) નંબરનું સિગ્નલ વાવાઝોડાની ચેતવણી આપતું હોય છે (2) નંબરનું સિગ્નલ વાવાઝોડું સક્રિય થતાં માછીમારોને દરિયામાં વાવાઝોડાનો સામનો કરવો પડી શકે છે તે સૂચિત કરે છે, (3) નંબરનું સિગ્નલ સપાટીવાળી હવાને પગલે બંદર પર ભય દેખાડે છે, (4) નંબરનું સિગ્નલ બંદર ભયમાં છે એવું પરંતુ સાવચેતીનાં પગલા લેવા પડે એટલો ભય જણાઇ રહ્યો નથી, (5) નંબરનું સિગ્નલ સામાન્ય વાવાઝોડું દક્ષિણના કિનારા ઓળંગી બંદરમાં ભારે હવા ફૂંકાવાનો સંકેત આપે છે, (6) નંબરનું સિગ્નલ સામાન્ય વાવાઝોડું ઉત્તરના કિનારા ઓળંગી બંદરમાં ભારે હવાના અનુભવનો સંકેત આપે છે, (7) નંબરનું સિગ્નલ સામાન્ય વાવાઝોડું બંદર ઉપરથી પસાર થાય અને ભારે તોફાની પવન ચાલી શકે છે, (8) નંબરનું સિગ્નલ ભારે વાવાઝોડું બંદરને ક્રોસ કરી શકે જેથી તોફાની હવાના સંકેતો આપે છે, (9) નંબરનું સિગ્નલ જોરદાર વાવાઝોડું ઉત્તર દિશાથી કિનારો ક્રોસ કરીને બંદર ઉપર તોફાની હવાનો અનુભવ કરાવે ત્યારે લગાડવામાં આવે છે, (10) નંબરનું સિગ્નલ ભારે જોરવાળું વાવાઝોડું બંદરની ઉપર થઈને પસાર થવાની શક્યતા છે. આથી બંદરને ભારે તોફાની હવાનો અનુભવ થવાની શક્યતા છે, (11) નંબરનું સિગ્નલ ખુબ ખરાબ હવામાનનો અનુભવ, અત્યંત ભયજનક ગણાય.

કયા નંબરના સિગ્નલનો શું છે અર્થ? ક્યારે લગાવાય છે ક્યું સિગ્નલ?

સરિતા માપક જીજ્ઞેશ જોશી દ્વારા જણાવવામાં આવ્યું કે ચક્રવાત સંકેતોને બાર શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યા છે જે 1 થી 12 સુધીના સિગ્નલ આપવામાં આવે છે. જેના અર્થ નીચે મુજબ છે ..

A question that is always on everyone's mind is how the storm warning signal is given, how many signals there are, and what they all mean, read on to find out...

સિગ્નલ નંબર-01

Advertisement

જ્યારે પવનની ગતિ એકથી પાંચ કિલોમીટરની હોય ત્યારે એક નંબરનું સિગ્નલ લગાવાય છે. બહુ ગંભીર નથી હોતો પવન.

સિગ્નલ નંબર-02

પવનની ગતિ 6થી 12 કિલોમીટરની ઝડપે ફુકાતો હોય ત્યારે, બંદર ઉપર 2 નંબરનું સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર-03

આ પ્રકારનુ સિગ્નલ ત્યારે લગાવાય છે, જ્યારે પવનની ઝડપ 13 થી 20 કિલોમીટરની ઝડપે ફુકાતો હોય.

Advertisement

સિગ્નલ નંબર-04

ચાર નંબરનુ સિગ્નલ, દરિયાકાંઠે 21 થી 29 કિલોમીટરની ઝડપે પવન ફુકાતો હોય ત્યારે લગાવાય છે.

સિગ્નલ નંબર-05

બંદર ઉપર પાંચ નંબરનું સિગ્નલ ત્યારે લગાવાય છે, જ્યારે ફુંકાતા પવનની ગતી 30 થી 39 કિલોમીટરની હોય છે.

સિગ્નલ નંબર-06

Advertisement

જ્યારે દરિયામાં પવનની ઝડપ 40થી 49 કિલોમીટરની હોય ત્યારે બંદર ઉપર ભયસુચક 6 નંબરનું સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર-07

જ્યારે વહેતા પવનની ઝડપી 50 થી 61 કિલોમીટરની હોય ત્યારે બંદર ઉપર સાત નંબરનું સિગ્નલ લગાવવામાં આવે છે.

સિગ્નલ નંબર-08

દરિયામાં કે દરિયાકાંઠે ફુકાઈ રહેલા પવનની ઝડપ જ્યારે 62થી 74 કિલોમીટરની વચ્ચે હોય ત્યારે બંદર ઉપર આઠ નંબરનું ભયસુચક સિગ્નલ લગાવાય છે.

Advertisement

સિગ્નલ નંબર-09

જ્યારે પવનની ઝડપ 75 થી 88 કિલોમીટર સુધીની હોય ત્યારે બંદર ઉપર ભયસૂચક 09 નંબરનું સિગ્નલ લગાવાય છે. હાલ માં પોરબંદરમાં નવ નંબરનું સિગ્નલ લાગ્યું છે.

સિગ્નલ નંબર-10

જ્યારે દરિયામાં ફુકાતા પવનની ગતી, 89 થી વધુ પરંતુ 102 કિલોમીટર સુધીની હોય ત્યારે બંદર ઉપર 10 નંબરનું સિગ્નલ લગાવાય છે. હાલ માં દ્વારકા, જામનગર અને કચ્છના તમામ બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે.

સિગ્નલ નંબર -11

Advertisement

સમુદ્રમાં ફુકાતા તોફાની પવનની ઝડપ 103 થી 118 કિલોમીટર સુધીની હોય છે. જ્યારે આટલી ઝડપે પવન ફુકાઈ રહ્યો હોય ત્યારે બંદર ઉપર 11 નંબરનું સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર-12

જ્યારે તોફાની પવનની ઝડપ 119થી 220 કિલોમીટર ની હોય ત્યારે બંદર ઉપર 12 નંબરનું સિગ્નલ લગાડવામાં આવે છે.

Exit mobile version