Palitana

શેત્રુંજય ગિરીરાજની ગરીમા જાળવવાની માંગણી સાથે સુરેન્દ્રનગરમાં વિશાળ રેલી યોજાઇ

Published

on

પવાર

  • પાલીતાણાનાં શ્રી શેત્રુંજય ગિરીરાજની ગરીમાને ઠેસ પહોચે તેવી અસામાજીક-પ્રવૃતિઓ સામે વિરોધ, જૈન તીર્થરક્ષા સમીતીનાં નેજાહેઠળ સુરેન્દ્રનગર ખાતે મંગળવારે 14 જેટલી જૈન સંસ્થાઓ રેલીમાં 5000 થી પણ વધુ લોકો જોડાયા : કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું

જીવદયા અને અહિંસાના સંદેશ સાથે દરેક સમાજ સાથે દુધમાં સાકર ભળે તેમ ભળી ગયેલ માનવતાવાદી જૈન સમાજની આસ્થાનું કેન્દ્ર પાલીતાણા સ્થિત શ્રી શેત્રુંજય ગિરીરાજ પર્વત અહીં આવેલા જૈન સ્થાનકોની ગરીમા જાળવવા જૈન સમાજ સમાજ મેદાને પડેલ છે. સુરેન્દ્રનગરમાં મંગળવારે આશરે ૪૦૦૦થી ૫૦૦૦ જૈન લોકોએ વિશાળ રેલી યોજી જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ હતું. આ અંગેની વધુ વિગત એવી છેકે,જૈનસમાજનાં પવિત્ર તિર્થસ્થાન પાલીતાણાનાં શ્રી શેત્રુંજય ગિરીરાજની ગરીમાને ઠેસ પહોચે તેવી અસામાજીક-પ્રવૃતિઓ થઈ શહી હોવાની લાગણી સાથે જૈન સમાજમાં રોષ અને આક્રોશની લાગણી ફેલાયેલ છે.

જૈન તીર્થરક્ષા સમીતીનાં નેજા હેઠળ સુરેન્દ્રનગર ખાતે મંગળવારે ૧૪ જેટલી જૈન સંસ્થાઓ, ૪૦૦૦થી ૫૦૦૦ જૈન સમાજનાં લોકો અને આગેવાનોએ એક્તાનો પરચો બળાવી વિશાળ રેલી યોજી જીલ્લા કલેક્ટરને આ મામલે આવેદનપત્ર પાઠવ્યું હતું. જૈન તિર્થ રક્ષા સમીતીનાં શશાંક ગાંધી, ચિંતન શાહ, નમન શાહ, હર્ષ શાહ, પ્રજ્ઞોશ વોરા, ભુપેન્દ્ર શાહ સહીતનાં સભ્યોએ પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યુ  છેકે, પવિત્રશ્રી શેત્રુંજય ગિરીરાજ અમારા સમસ્ત જૈનો માટે સૌથી મહત્વનું તીર્થ છે. સૌથી વધુ આસ્થાનું કેન્દ્ર છે. આ ગિરીરાજને લઈને છેલ્લા ઘણા સમયથી ઘણી બધી તકલીફો જૈનો તથા સ્થાનિક આસ્થાં વર્ગને થતી રહે છે.

a-huge-rally-was-held-in-surendranagar-demanding-to-preserve-the-dignity-of-shetrunjay-giriraj

આવેદનપત્રમાં જણાવ્યુ છેકે, ૨૬/૧૧/૨૨ની રાતનાં  સમયે અજાણ્યા શખ્સો દ્વારા રોહીશાળામાં પ્રાચિન ૩ ગાઉનાં પવિત્રયાત્રા માર્ગની તળેટીમાં આવેલ આદિનાથના પ્રાચીન ચરણ પાદુકાને ખંડીત કરવામાં આવ્યા અને તેને ૨૦ દિવસ ઉપરાંત સમય થઈ ગયેલ છે. છતા કોઈપણ ગુનેગારની ધરપકડ કરવામાં આવી નથી. ડુંગરપુર, જીવાપુર અને આદપુર વગેરે ગામોમાં પવિત્ર શ્રી શેત્રુંજય ગિરીરાજ ઉપર છેલ્લા કેટલાય વર્ષોથી ગેરકાયદે ખનનનું કાર્ય જોરશોરથી ચાલી રહ્યુ છે. શ્રી આણંદજી કલ્યાણજી પેઢીએ પોલીસમાં દાખલ કર્યા મુજબનાં ગુનેગારો જેવા કેટલાક મુઠ્ઠીભર સામાજીક તત્વોની ચડવણી તથા સામેલગીરીમાં શરણાનંદ બાપુને હાથો બનાવી હિન્દુપ્રજામાં વૈમનસ્ય વધે અને વર્ગ વિગ્રહ થાય તેવા પ્રકારનાં કાર્યો સતત કરવામાં આવી રહ્યા છે. જૈનોની લાંબા સમયથી વારંવારની માંગણી છે તે મુજબ શ્રી શેત્રુંજય ગિરીરાજ ઉપરના મનાભાઈ રાઠોડે બાંધેલ મકાન વિગેરે ગેરકાયદેસર ઠેરઠેર થઈ ગયેલા જાતજાતનાં દબાણો તથા ગેરકાયદેસર બાંધકામો વિશે તપાસ કરીને તાત્કાલીક ધોરણે દુર કરવામાં આવે અને દબાણો બાબતે આવેલ જે તે કોર્ટનાં ચુકાદાઓનો કડકપણે અમલ થાય તે માટે છેલ્લે શ્રી આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા સરકાર સમક્ષ ૨૦૧૭માં કરાયેલ રજુઆત મુજબ શ્રી શત્રુંજય મહાતીર્થની સંપુર્ણ માપણી પણ કરવામાં આવે તેમ આ રજુઆતમાં જણાવ્યુ છે.

આવી અનેક બાબતો કે જે શ્રી ગિરીરાજની ગરીમાને હાનિ પહોંચાડે છે. તેવા મુદાઓને લઈને કરાયેલી આ રજુઆત પ્રસંગે જૈનજાગૃતિ સેન્ટર-સુરેન્દ્રનગર, જૈન જાગૃતિ સેન્ટર-વઢવાણ, જૈન સોશ્યલ ગૃપ મેઈન-સુરેન્દ્રનગર જૈન સોશ્યલ ગૃપ-મીડટાઉન, જૈન સોશ્યલ ગૃપ-રોયલ, જૈન સોશ્યલ ગૃપ-સિલ્વર, અજરામર એક્ટીવ અસોર્ટ, જૈન સંગઠન ગૃપ, જય જિનેન્દ્ર સેવા ગૃપ, જૈન એક્તા ગૃપ, જૈન બિઝનેસ ઓર્ગેનાઈઝેશન અને લખતર જૈન સંઘ સહીતની જૈન સંસ્થાઓ જોડાઈ હતી. આ ઉપરાંત પ્રફુલભાઈ શાહ,મનીરભાઈ શાહ, જગદીશભાઈ શાહ, ગિરીશભાઈ ગાંધી, હિનાબેન ગાંધી, વર્ષાબેન દોશી, હસુભાઈ શિયાણીવાળા, અતુલભાઈ તલાટી સહીતનાં જૈન આગેવાનો, તમામ જૈન સંઘનાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Trending

Exit mobile version