Bhavnagar

ભાલ વિસ્તારનાં નર્મદ ગામ ખાતે આરોગ્ય શિબિર યોજાઈ

Published

on

શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃત્તિ અંતર્ગત નિરમા નિરમા લિમિટેડનાં સૌજન્યથી આજરોજ ભાલ વિસ્તારનાં નર્મદ ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવી હતી. જેમાં ૨૧૪ ગ્રામજનોની આરોગ્ય તપાસ, ચશ્મા વિતરણ કરવામાં આવ્યું હતું.

a-health-camp-was-held-at-narmad-village-in-bhal-area

આ પ્રસંગે વાઘ બકરી ટી પ્રોસેસિંગ યુનિટ દ્વારા મળેલ મેડિકલ વાનનો વિશેષ ઉપયોગ કરીને બાળકોની લોહીમાં તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીનારાયણોને દવા તથા ચશ્મા વિતરણ કરવામાં આવ્યાં હતાં.

a-health-camp-was-held-at-narmad-village-in-bhal-area

આ પ્રસંગે શિશુવિહાર પુસ્તકાલય દ્વારા શાળાને ૭૫ બાળ પુસ્તકાલય તથા બાલ આરોગ્ય સૂત્ર ભેટ સ્વરૂપે આપવામા આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં શિશુવિહારની આરોગ્ય ટીમનાં ડૉ.અરવિંદભાઈ ત્રિવેદી, શ્રી રમેશભાઈ પરમાર, શ્રી રેખાબહેન ભટ્ટ, શ્રી દીપાબહેન જોષી, શ્રી નીર્મોહિબહેન ભટ્ટ તથા નિરમા લિમિટેડનાં એચ.આર. ડિપાર્ટમેન્ટનાં શ્રી ગૌરાંગભાઈ જોષી અને ગામનાં સરપંચશ્રી જગાભાઈ તથા આચાર્યશ્રી વિક્રમસિંહ મોરીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.

a-health-camp-was-held-at-narmad-village-in-bhal-area

આ કાર્યક્રમનું સંકલન ચીફ કો-ઓર્ડિનેટર શ્રી હિનાબહેન ભટ્ટ તથા શ્રી રાજુભાઈ મકવાણાએ કર્યું હતું.

-સુનિલ પટેલ

Advertisement

Exit mobile version