Umrala

ઉમરાળાની ટીંબીમાં નિર્દોષાનંદજી હોસ્પિટલને કચ્છના દાતા દ્વારા 25 લાખનું અનુદાન

Published

on

પવાર

ભાવનગર જિલ્લાની જાણીતી સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબીમાં ચાલતા નિ:શુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યથી વાર્ષક કચ્છ-ભુજનાં વતની અગ્રણી ઉદ્યોગપતિ અને આરોગ્ય અને શિક્ષણક્ષેત્રે ઘણી મોટી સેવાઓ આપી રહ્યાં છે. તેવા સામાજીક આગેવાન ગોપાલભાઇ ગોરસીયા હોસ્પિટલ બિલ્ડીંગ નં.- 2માં ખાતમુહુર્ત પ્રસંગે ઉપસ્થિત રહીને દર્દીનારાયણની સેવાર્થે રૂા.25 લાખ (પચ્ચીસ લાખ) નું અનુદાન આપવાની જાહેરાત કરી હતી.

A grant of 25 lakhs by a donor from Kutch to the Ashkananandaji Hospital in Timbi, Umarala

જયારે ઢસા જં, ના વતની અને અગ્રણી ઉદ્યોગપતિ કે જેઓનાં તરફથી હોસ્પિટલના શુભારંભથી કાયમી અનુદાન મળી રહયું છે. તેવા ઉદારદિલ દાતા વિજયભાઈ ગણેશભાઈ વિરાણી એ દર્દીનારાયણની સેવાર્થે આજીવન પ્રતિમાસ રૂા. 1 લાખ (એક લાખ)નું અનુદાન આપવાની જાહેરાત કરી હતી. આ બંને ઉદારદિલ દાતાઓને હોસ્પિટલનાં પ્રમુખ ધનસુખભાઈ મંત્રી બી.એલ.રાજપરા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં.

Trending

Exit mobile version