Bhavnagar

ભાવનગર શહેરના વાઘાવાડી રોડ ખાતે સ્ટેશનરી મરચન્ટ એસોસીએશનનો સ્નેહમિલન સમારંભ યોજાયો

Published

on

કુવાડિયા

ભાવનગર શહેરના વાઘાવાડી રોડ ખાતે સ્ટેશનરી મરચન્ટ એસોસીએશનનો સ્નેહમિલન સમારંભ યોજાયો હતો. જેમાં શહેરના સ્ટેશનરીના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમારંભની સ્પોન્સરશીપ માર્ક નોટબુક તરફથી કરવામાં આવી હતી.

A get-together ceremony of the Stationery Merchant Association was held at Waghawadi Road, Bhavnagar city.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પ્રતિકભાઇ ત્રિવેદી માર્ક નોટબુકનાં ડાયરેક્ટરે ખાસ હાજરી આપેલ હતી, તથા માર્ક નોટબુકનાં ડિસ્ટ્રીબ્યુટર મહેતા સેલ્સ એજન્સીનાં અમીતભાઇ મહેતાએ પણ હાજરી આપેલ હતી. આ અંગે સ્ટેશનરી મરચન્ટ એસોસીએશન ભાવનગરના પ્રમુખે દેવેન્દ્રભાઇ ગોહિલે સંબોધન કરતા જણાવ્યું હતું કે, આગામી સમયમાં હવે નવું સત્ર ચાલું થઈ રહ્યું છે. ત્યારે બધા પ્રકાશનનો બધા સ્ટેશનરીનાં સભ્યોને મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવશે.

A get-together ceremony of the Stationery Merchant Association was held at Waghawadi Road, Bhavnagar city.
A get-together ceremony of the Stationery Merchant Association was held at Waghawadi Road, Bhavnagar city.

આગામી સમયમાં શાળાઓમાં વેકેશન પૂર્ણતાના આરે વિદ્યાર્થીઓ માટે ઉપયોગી એવી નોટબુક, પેન, પેન્સિલ, રબર, સહિતની સ્ટેશનરીઓ સરળતાથી મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાવનગર શહેર તથા જિલ્લાનાં તમામ અગ્રગણ્ય સ્ટેશનરીનાં વિક્રેતા હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવામાં એસોસીએશનનાં પ્રમુખ તથા તેમની કારોબારી ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

Advertisement

Exit mobile version