Sihor

સિહોરના નવા ગુંદાળા વસાહત ખાડીયા વિસ્તારમાં રહેણાંકી મકાનમાં રાંધણ ગેસનો બાટલો લીક થતાં આગનું છમકલું

Published

on

પવાર

  • ફાયર બ્રિગેડે સમયસર આગને કાબૂમાં લઈ લેતાં વધુ આગ પ્રસરતી અટકવાથી હાશકારો ; અન્ય કોઈ જાનહાની નહિ થતા લોકોને રાહત થઈ : ઘર સામાન બળીને ખાખ

સિહોરના ભાવનગર રોડ પર આવેલ ગુંદાળા વસાહતમાં આવેલ ખાડીયા વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાનમાં અચાનક કોઈ કારણોસર ગેસનો બાટલો લીક થતાં આગ લાગી ગઈ હતી. જે મામલે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડીએ સમય સૂચકતા વાપરીને આગને બુઝાવી દીધી હોવાથી આગ વધુ પ્રસરતી અટકી હતી. જોકે ઘરવખરીને નુકશાની થઈ છે

A fire broke out after a cooking gas cylinder leaked in a residential house in Khadia area of Nawa Gundala Colony of Sihore.

આ આગના બનાવની વિગતો એવી છે કે સિહોરના ભાવનગર રોડ પર આવેલ ગુંદાળા વસાહતમાં આવેલ ખાડીયા વિસ્તારમાં આવેલ એક રહેવાસીના મકાનમાં આજે બપોરના સમયે કોઈ કારણોસર એકાએક રાંધણગેસના બાટલામાંથી લીકેજ થતાં આગ લાગી ગઈ હતી, અને આગની જ્વાળાઓ ઉપર તરફ ઉઠવા માંડી હતી.

A fire broke out after a cooking gas cylinder leaked in a residential house in Khadia area of Nawa Gundala Colony of Sihore.

જેથી મકાનમાલિક અને તેના પરિવારજનોએ ઘરની બહાર નીકળી જઇ તરત જ ફાયર બ્રિગેડને જાણ કરી દીધી હતી. ત્યાર પછી ફાયરબ્રિગેડનો કાફલો તુરંત જ ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને સમય સૂચકતા વાપરીને રાંધણ ગેસનો બાટલો બહાર કાઢી લઇ આગને વધુ પ્રસરતી અટકાવી હતી. જોકે ઘરમાં રહેલ ઘરવખરીને નુકસાની થઈ હતી. ફાયર વિભાગે આગને કાબુમાં લેતા પરિવારજનોએ તથા આડોશી-પાડોશીઓએ હાશકારો અનુભવ્યો હતો બનાવને લઈ સ્થાનિક નગરસેવકો પણ દોડી ગયા હતા

Exit mobile version