Bhavnagar
સિહોરના વળાવડ ગામે સાર્વજનિક પ્લોટમાં બાંધકામ અંગે તત્કાલ કાર્યવાહીની ઉઠી માંગ
પવાર
- ગ્રામપંચાયત માલિકીના પ્લોટમાં કબજો થતો હોવાની ફરી રજુઆત થઈ, અગાઉ પણ રજુઆતો થઈ પગલાં લેવાયા નહિ, તત્કાલ કાર્યવાહીની માંગ અન્યથા આત્મવિલોપન ચીમકી
સિહોરના વળાવડ ગામે જમીન દબાણનો મામલો ખૂબ ચગ્યો છે. સાર્વજનિક પ્લોટમાં થતા બાંધકામ અંગેનો નિવાડો આવતો નથી અને તંત્ર માત્ર રજુઆતો સાંભળી કાર્યવાહી કરતું નથી. વળાવડ ગામેં આવેલ સાર્વજનિક પ્લોટમાં બે વ્યક્તિ દબાણ કરતા હોવાની રજુઆત અગાઉ પોલીસમાં થઈ હતી હવે તાલુકામાં રજુઆત થઈ છે અને તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠી છે. વળાવડ ગામનું એક પ્રતિનિધિ મંડળ આજે સિહોરના તાલુકા પંચાયત પોહચ્યું હતું. વળાવડ ગામે આવેલ પાલનપીરના ઓટા પાસે જ્યાં દલિત વસ્તી વધુ રહે છે જ્યાં તમામ વસાહત માટે એક સાર્વજનિક પ્લોટ આવેલો છે
જ્યાં ગામના બે શખ્સોએ કબજો કરી લીધો છે અગાઉ ગામના લોકોએ સાર્વજનિક પ્લોટ ખાલી કરવા માટે વિન્નતી પણ કરી છે છતાં આ બન્ને શખ્સો ધમકીની ભાષા વાપરતા હોવાનો આરોપ લોકોએ કર્યો છે લોકોનો આરોપ એવો પણ છે કે દાદાગીરીથી સાર્વજનિક જમીનનો ગેરકાયદેસર કબજો કરી રહ્યા છે. બન્ને માથાાભારે જનની સ્વભાવના લોકો હોવાથી પોતે પોતાની દાદાગીરી અને જોહુકમીથી ગ્રામ પંચાયતની માલીકીની સાર્વજનિક જગ્યામાં ગેરકાયદેસર દબાણ કથા અટકાવવાની આવશ્કયતા છે સાર્વજનિક જમીન પર કબજો કરવો તે ગુન્હો છે અને આ દબાણ અટકાવવાનું તાત્કાલીક જરૂરીયાતવાળુ અને ન્યાયના હીતનું હોય ગેરકાયદેસર થતી પ્રવૃત્તિ જલ્દીથી અટકે તે માટે કાયદેસર કાર્યવાહી કરવા લોકોએ માંગ કરી તાલુકા પંચાયત ખાતે બન્ને શખ્સો વિરોધ રજુઆત કરી છે અને આગામી દિવસોમાં પગલાં નહિ લેવાય તો આત્મવિશ્વાસની ચીમકી પણ ઉચ્ચારવા આવી છે