Gujarat

3000 કિ.મી.ની પદયાત્રાથી માત્ર દાઢી વધે-હર્ષ સંઘવી : 8 ચોપડી ભણેલા પણ ભાજપમાં ગૃહમંત્રી બની શકે : મેવાણી

Published

on

કાર્યાલય

  • ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ નેતાઓ વચ્ચે ‘ટવીટ વોર’ : કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ ‘વોર’માં ઝુકાવીને કૌભાંડો ગણાવ્યા : ગૃહ રાજયમંત્રી સંઘવીના ટવીટ સામે જિજ્ઞેશ મેવાણીએ વળતો પ્રહાર કર્યો

સંસદમાં શાસક અને વિપક્ષ વચ્ચે ચાલી રહેલા શાબ્દિક યુદ્ધની માફક ગુજરાતના રાજકીય તખ્તે આજકાલ ટિવટર પર શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે. ભાજપ અને કોંગ્રેસનાં નેતાઓ ટિવટર પર બાખડી રહ્યા છે. ગુજરાતના ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર તેમજ કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી વચ્ચે ટિવટર જંગ ખેલાયો છે. દેશના રાજકારણમાં ખાસ્સી હલચલ મચાવનાર ભારત જોડો પદયાત્રા કોંગ્રેસનાં સાંસદ અને માજી પ્રમુખ રાહુલ ગાંધીએ તાજેતરમાં પુરી કરી છે.

a-3000-km-walk-will-only-grow-a-beard-harsh-sanghvi-8-books-educated-can-still-become-home-minister-in-bjp-mevani

તેના અનુસંધાને ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવીએ એકાએક સીધુ રાહુલ ગાંધી સામે નિશાન તાકીને કરેલા ટિવટથી ગુજરાત કોંગ્રેસમાં નારાજગી ફેલાતા વળતા ટિવટર પ્રહારો કરાયા છે. કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી લોકસભામાં કેન્દ્ર સરકાર પર અદાણીનાં મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા. જેને પગલે ગુજરાતનાં ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ ટિવટ કરીને આડકતરી રીતે રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો હતો. તેમણે ટિવટમાં લખ્યું હતું કે, હવે એક વાત ‘કન્ફર્મ’ છે. જો તમે 3000 કિલોમીટરની પદયાત્રા કરો તો પણ…માત્ર દાઢી વધે છે, બુધ્ધિ નહિં!’ આ ટિવટને પગલે સંઘવી પર વળતો પ્રહારો થયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ઉગ્રતાપૂર્વક રિટવીટ કરતાં લખ્યુ હતું કે, હવે એક વાત કન્ફર્મ છે. જો તમે આઠ ચોપડી ભણ્યા હો અને બુદ્ધિનો છાંટો ન હોય તો પણ ભાજપની સરકારમાં ગૃહમંત્રી બની શકો.

a-3000-km-walk-will-only-grow-a-beard-harsh-sanghvi-8-books-educated-can-still-become-home-minister-in-bjp-mevani

આ પછી કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ ટિવટર વોરમાં ઝુકાવ્યું હતું. તેમણે ટિવટર પર ગૃહરાજય મંત્રીને જવાબ આપતાં એવુ લખ્યુ હતું કે, હવે એક વાત કન્ફર્મ છે. ગુજરાતમાં ચાલતા લઠ્ઠાકાંડ, કરોડોના ડ્રગ્સની હેરાફેરી ગુજરાતના વિદ્યાર્થીઓનું ભવિષ્ય ફોડનાર, વિકાસના નામે તાયફા કરનારા અને દિકરીઓની સુરક્ષામાં નિષ્ફળ જનાર લોકો આજે અચાનક બીજાની બુધ્ધિની વાતો કયાં મોઢે કરી રહ્યા છે.? બીજી તરફ ગૃહરાજયમંત્રીની આ ટિવટને લઈને ટિવટર પર તેમની આકરી ટીકાઓ તેમજ કોંગ્રેસનાં નેતાઓએ કરેલા વળતાં ટવિટ થકી રાજયના રાજકીય મોરચે હલચલ મચી છે. બન્ને પાર્ટીઓનાં સમર્થકોએ પણ આ ટિવટર વોરમાં ઝુકાવ્યુ છે અને જાતભાતની કોમેન્ટસ થઈ રહી છે.

Trending

Exit mobile version