Sihor
74મો પ્રજાસત્તાક દિન ; સિહોર વડલાચોક ખાતે ભારત માતા પુજનનો કાર્યક્રમ યોજ્યો
બ્રિજેશ
- યુવા યુગ પરિવર્તન આયોજિત કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં યુવાનો તેમજ શહેરના લોકોએ ભારત માતાના દર્શન લાભ લીધો
સિહોરના વડલાચોક ખાતે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે યુવા યુગ પરિવર્તન દ્વારા ભારત માતા પુજન નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં યુવાનો તેમજ શહેરના લોકોએ ભારત માતાના દર્શન કરીને પૂજા કરી હતી. શહેરમાં સામાજિક પ્રવૃતિઓમાં અગ્રેસર એવી સામાજિક સંસ્થા યુવા યુગ પરિવર્તન દ્વારા 74માં પ્રજાસત્તાક પર્વદિને ભારત માતા પુજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
સમગ્ર રાષ્ટ્ર પ્રજાસત્તાક પર્વની આન બાન અને શાન થી ઉજવણી કરી રહ્યુ હતુ ત્યારે સિહોરના વડલાચોક ખાતે ભારત માતાનું પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રીય પર્વમાં નાનામાં નાની વ્યક્તિ ભારત માતાનું પૂજન કરી શકે તે માટે યુવા યુગ પરિવર્તન આયોજિત આ કાર્યક્રમમાં સામાન્ય લોકો દ્વારા ખૂબ જ ઉમંગ અને ઉત્સાહથી ભારત માતાનું પૂજન સાથે સન્માનપૂર્વક લોકોએ દર્શન લાભ લીધો હતો.