Bhavnagar

39 લાખના હિરાની લૂંટમાં ભાવનગરનો કુખ્યાત કાળુ જેતણી સહિત 5 ઝડપાયા

Published

on

પવાર

સુરતના કતારગામ પોલીસમથકની પાછળના ભાગરૂપે જ ૩માસ પૂર્વે ભાવનગરના ૫શખ્સોએ હિરાના કારખાનેદારના મોં પર ડૂચો દઈ ગળું દબાવી હિરાભરેલી બેગની ચલાવી હતી લૂંટ : સુરત ક્રાઇમબ્રાન્ચે ૧૨.૮૪ લાખના હિરા કબ્જે કર્યા

સુરતના કતારગામ પોલીસ મથકના પાછળના ભાગે આવેલા હિરાના કારખાનાના પાર્કિંગમાં ગત સપ્ટેમ્બરમાસમાં હિરાના કારખાનેદારના મોં પર ડૂચો દઈ ગળું દબાવી તેણી પાસે પાસે રહેલા ૩૯ લાખની કિંમતના હિરાસાથેની બેગની લૂંટ ચલાવાયાની ઘટનામાં સુરત એલસીબીએ ભાવનગરના કુખ્યાત અને રીઢો ગુનેગાર કાળુ ઉર્ફે દાઉદ જેતાણી સહિત ૫ને ઝડપી લીધા હતા, ઝડપાયેલા તમામ પાસેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ૧૨.૮૪લાખના હિરા કબ્જે લીધા હતા સુરત શહેરમાં ચકચારી બનેલી લૂંટની ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ સુરતના કતારગામ પોલીસમથકની પાછળના ભાગે આવેલ જેરામ મોરારીની વાડીમાં હિરાનું કારખાનું ધરાવતા કનૈયાલાલ પ્રજાપતિ ગઈ તા.૧૨-૯ ના રોજ સાંજના સમયે કારખાનુંબંધ કરી પાર્કિંગમાં પોતાનું મોપેડ લેવાગયા હતા ત્યારે એક યુવાને કનૈયાલાલને પોતાના કારખાને કામે બેસવું છે.

5-including-notorious-black-jetani-of-bhavnagar-arrested-in-39-lakh-diamond-robbery

તેમ કહી વાતોમાં રાખ્યા હતા તે દરમિયાન પાછળથઈ આવેલા અન્ય શખ્સની સાથે મળી કનૈયાલાલ પર હુમલો કરી પાર્કિંગમાં ઢસડીમોં પર ડૂચો દઈ તેનું ગળું દબાવી તેનાહાથમાં રહેલી ૩૯લાખની કિંમતના હિરા સાથેની બેગની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા આ બનાવ અંગે સુરત લોકલ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથમા લઈ બાતમીના આધારે ભાવનગરના ચકચારી હમીર વશરામ હત્યાથી ચર્ચાસ્પદ બનેલો તેમજ અગાઉ અપહરણ સહિતના ગંભીરગુનામાં ઝડપાઈ ચૂકેલો રીઢો અને કુખ્યાત ભાવનગરનો કાળુ ઉર્ફે દાઉદ નાનજી જેતાણી(રે. કરજણ કેનાલ રોડ, ઈ. ડબલ્યું. એસ. આવાસ યોજના, વડોદરા), શૈલેષ નટવર વાઘેલા (રે. નંદનપાર્ક સોસાયટી, વરાછા, સુરત, મુળ નારીગામ, જઈ. ભાવનગર), રાજેશ ઉર્ફે રાજુ મનુ ભીલ (રે. ગોકુળનગર, કાપોદ્રા, સુરત, મુળ સરતાનપર ગામ, જઈ. ભાવનગર)અને મેહુલ ઉર્ફે શૈલેષ બટુક ડોંડાને ઝડપી લઈ તમામપાસે રહેલા ૧૨.૮૪ લાખના હિરા કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Trending

Exit mobile version