Sihor

Published

on

આંતરરાષ્ટ્રીય ડ્રોઈંગ સ્પર્ધામાં જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલના કે.જી. સેક્શનના ભુલકાઓની ઝળહળતી સિદ્ધિ.

જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલમાં કે.જી. સેક્શનના નાના ભૂલકાની સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા અભ્યાસની સાથે સાથે સહ અભ્યાસક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવે છે

આવી જ રંગોત્સવ સેલીબ્રેશન ઈન્ટરનેશનલ ડ્રોઈંગ સ્પર્ધામાં કે.જી.સેક્શનમાં અભ્યાસ કરતાં પરમાર જશ રાહુલભાઈ જેમણે ઈન્ટરનેશનલ ડ્રોઈંગ સ્પર્ધામાં બીજો નંબર પ્રાપ્ત કરેલ છે. તેમજ અન્ય ભૂલકાઓને ટ્રોફી તેમજ મેડલથી પ્રોત્સાહિત કરવામાં આવેલ. આ સ્પર્ધામાં બાળકને સંપૂર્ણ માર્ગદર્શન અમારી સંસ્થાના શિક્ષક સિમાબેન જાની દ્વારા આપવામાં આવેલ. ઇનામ મેળવનાર દરેક વિદ્યાર્થીઓને શાળાના ટ્રસ્ટીશ્રી વી.ડી.નકુમસર તેમજ સમગ્ર જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલ પરિવારે ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ.

Exit mobile version