Bhavnagar
ભાવનગરના 301માં સ્થાપના દિવસની ઉજવણી ; રાજવી પરિવારના સમાધિ સ્થળ અને મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની પ્રતિમાને સી.આર.પાટીલ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
કુવાડિયા
ભાવનગરના 301માં સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત રાજઘાટ ખાતે રાજવી પરિવારના સમાધિ સ્થળ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને સી.આર.પાટીલ દ્વારા પુષ્પાંજલિ અપર્ણ કરવામાં આવી હતી.
ભાવનગરની સ્થાપનાના 300 વર્ષ પૂર્ણ કરી 301માં પ્રવેશ કર્યો છે ત્યારે આજરોજ ભાવનગર ખાતે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર પાટીલ, સાંસદ ભારતીબેન શિયાળ, શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણ, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા તથા અન્ય મહાનુભાવોની સાથે મહારાજા ભાવસિંહજી, રાજવી પરિવારના સમાધિ સ્થળ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.


આજરોજ રવિવારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી તથા અન્ય મહાનુભાવોના હસ્તે મહારાજા ભાવસિંહજી, રાજવી પરિવારના સમાધિ સ્થળ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ જવાહર મેદાન ખાતે વર્ષીતપના પારણાના પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.