Bhavnagar
ભાવનગર જિલ્લાની સાત બેઠક માટે ૧૫૮ ઉમદેવારોએ ઉમદેવારી નોંધાવવા ફોર્મ ઉપાડ્યા
નીતિન ગોહિલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે અને તારીખે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ત્યારે ચૂંટણીમાં ઉમદેવારી નોંધાવવા માટે ફોર્મ વિતરણ દરમ્યાન ૧૫૮ જેટલા ફોર્મ ઉપડ્યા હતા. ૧ ડિસેમ્બરના રોજ યોજાનાર વિધાનસભાની ચૂંટણી સંદર્ભે રાજકીય પક્ષો દ્વારા સભાઓ શરૂ કરી દેવામાં આવી છે અને ઉમેદવારોની પણ યાદીઓ પણ તૈયાર કરાઈ રહી છે અને ઉમેદવારી ફોર્મ આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે. જેમાં આજદિન સુધીમાં ભાવનગર જિલ્લાની સાત બેઠકોમાં ફોર્મ ઉપાડ વિગત નીચે મુજબ આજ તારીખ ૮-૧૧-૨૦૨૨નાં રોજ કુલ-૫૯ ફોર્મ ઉપડયા છે
બોક્સ..
૯૯ મહુવા બેઠક માટે કુલ- ૨૩,
૧૦૦ તળાજા બેઠક માટે કુલ-૨૬,
૧૦૧ ગારીયાધાર બેઠક માટે કુલ-૩૧,
૧૦૨ પાલીતાણા બેઠક માટે કુલ-૧૮,
૧૦૩ ભાવનગર ગ્રામ્ય બેઠક માટે કુલ-૧૧ ,
૧૦૪ ભાવનગર પૂર્વ બેઠક માટે કુલ-૨૧,
૧૦૫ ભાવનગર પશ્ચિમ બેઠક માટે કુલ-૨૮,
કુલ-૧૫૮….