Bhavnagar

ભાવનગરમાં ચાંદીપુરા વાયરસના કેસનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્ર અને પરિવારને હાશકારો

Published

on

ભાવનગરમાં ચાંદીપુરા વાયરસના કેસનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્ર અને પરિવારને હાશકારો

દેવરાજ
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર ગામે રહેતી પાંચ વર્ષની કોમલ વિષ્‍ણુભાઈ ચુડાસમા તા. ૧૭ જુલાઈના રોજ સર ટી. હોસ્‍પિટલ ખાતે શંકાસ્‍પદ દર્દી તરીકે દાખલ થયેલ. આ જાણ થતા જ સમગ્ર જિલ્લામાં ડસ્‍ટિંગ સર્વેન્‍સ ફોગિંગ ફ્‌લોરિનેશન વગેરે કામગીરી સતત શરૂ કરી દેવામાં આવી હતી. અને આ બાળકનો રિપોર્ટ પુના ખાતે મોકલતા આજ રોજ બાળકીનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્ર દ્વારા હાલ રાહત થયેલ છે. ચાંદીપુરા વાયરસ સેન્‍ડ ફ્‌લાય માખી દ્વારા ફેલાય છે અને તે કાચા અને ગારના મકાનોમાં વધુ જોવા મળે છે. તંત્ર દ્વારા સર્વે કરાતા તળાજા તાલુકામાં કુલ ૧૫૭૦ મકાનો કાચા છે. જે તમામ મકાનમાં મેલેથીઓન ડસ્‍ટિંગ કરવામાં આવ્‍યું છે. જ્‍યારે સરતાનપર ગામના ૭૭ મકાનમાં સ્‍પ્રેઇગની કામગીરી કરવામાં આવી છે.

Exit mobile version