Gujarat

બારે મેઘ ખાંગા : પોરબંદર પાણી પાણી : ૧૯ ઇંચ

Published

on

બારે મેઘ ખાંગા : પોરબંદર પાણી પાણી : ૧૯ ઇંચ


પોરબંદરની પવિત્ર ધરતીને રસતરબોળ કરતા મેઘરાજા : જ્‍યાં નજર પડે ત્‍યાં પાણી પાણી : લોકોને ૧૯૮૩ના ફલ્‍ડની યાદ આવી : રાણાવાવમાં મેઘતાંડવ ૧૧ા ઇંચ : કુતિયાણામાં ટનાટન ૬ા ઇંચ : લોકો ઘરની બહાર નીકળી ન શક્‍યા : ભારે વરસાદમાં વીજતંત્રની પોલ ખુલી : રાત્રીના વીજ પુરવઠો ખોરવાતા લોકો અકળાયા

પવાર
ગઇકાલે બપોર બાદ મેઘરાજા અનરાધાર વરસી પડતા આજે સવાર સુધીમાં ૨૪ કલાકમાં પોરબંદરમાં ૧૭ ઇંચ વરસાદ પડી ગયો હતો. રાણાવાવમાં ૧૦ ઇંચ તથા કુતિયાણામાં ૬ ઇંચ વરસાદ નોંધાયો હતો. આજે સવારે ૮ થી ૧૨ પોરબંદરમાં વધુ એક ઇંચ પડી જતાં પોરબંદરનો કુલ વરસાદ ૧૯ ઇંચ રાણાવાવમાં વધુ સવા ઇંચ વરસાદ પડતા કુલ સવા અગિયાર ઇંચ તથા કુતિયાણામાં વધુ ૯ મીમી વરસાદ પડતા કુલ સવા છ ઇંચ વરસાદ બપોરે ૧૨ સુધીમાં નોંધાયો છે. ભારે વરસાદને કારણે પોરબંદરને ૧૯૮૩ના ફલ્‍ડ સમયની યાદ અપાવી હતી. ફલ્‍ડ સમયે ૪૧ વર્ષ પહેલા ૨૪ કલાકમાં ૨૪ ઇંચ વરસાદ પડી ગયો હતો. ગઇકાલે મેઘતાંડવ બાદ ૨૪ કલાકમાં ૧૭ ઇંચ વરસાદ વરસી જતા લોકોના જીવ ઉંચા થઇ ગયા હતા. ઠેરઠેર ગોઠણબુડથી વધારે પાણી ભરાયા હતા. રોડની ફુટપાથો વરસાદના પાણીમાં અદ્રશ્‍ય બની ગઇ હતી. શહેરમાં વરસાદના પાણી નિકાલનો મુખ્‍ય માર્ગ ગણાતા ખીજડા પ્‍લોટમાં જાહેર બગીચો બની જતાં જળબંબાકાર સ્‍થિતિ સર્જાઇ હતી. લોકો ભારે વરસાદમાં ઘરની બહાર નીકળી શક્‍યા ન હોતા. ધોધમાર વરસાદમાં વીજતંત્રની બેદરકારીની પોલ ખૂલી ગઇ હતી. રાત્રીના વીજ પુરવઠો ઠપ્‍પ થઇ જતાં લોકો અકળાય ઉઠયા હતા. જિલ્લામાં મેઘતાંડવથી રાણાવાવમાં ૧૧ા ઇંચ અને કુતિયાણામાં ૬ા ઇંચ વરસાદ પડી ગયો હતો. જિલ્લા કંટ્રોલરૂમ મુજબ ગઇકાલે સવારથી આજે બપોરે ૧૨ સુધીમાં પોરબંદર ૪૪૫ (૭૫૨ મીમી), રાણાવાવ ૨૩૪ (૬૬૨ મીમી), કુતિયાણા ૧૫૪ (૫૭૯ મીમી) નોંધાયો છે.

Trending

Exit mobile version