Bhavnagar

દેશ માટે શહીદ થનાર સૈનિકનાં પરિવારની પીડા સાંભળો સરકાર, હું પાર્લામેન્ટમાં રજુઆત કરીશ ; શક્તિસિંહ ગોહિલ

Published

on

દેશ માટે શહીદ થનાર સૈનિકનાં પરિવારની પીડા સાંભળો સરકાર, હું પાર્લામેન્ટમાં રજુઆત કરીશ ; શક્તિસિંહ ગોહિલ



ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સાંસદ શક્તિસિંહ ગોહિલ સિહોરના નેસડા ગામે વિર શહીદ રોહિતભાઈના ઘરે પોહચી પરિવારને રૂબરૂ મળી સાંત્વના પાઠવી,  શ્રધ્ધા સુમન અર્પણ કર્યા ; નેસડા ગામના શહિદ પરિવારને મળવા પાત્ર કશું જ મળ્યું નથી, પરિવારની પીડા સાંભળી ખૂબ જ દુઃખ થયું : શક્તિસિંહ ગોહિલ


કુવાડીયા
સિહોરના નેસડા ગામના આર્મી જવાન રોહિતભાઈ ઉકાભાઇ ડાંગર વીરગતિ પામ્યા છે .ત્યારે શહીદ આર્મી જવાન રોહિતભાઈના પરિવારને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ નેસડા ખાતે રૂબરૂ મળી સાંત્વના પાઠવી હતી. દેશપ્રેમી અને દેશ પ્રત્યે કંઇક કરવાની ભાવના ધરાવતા હતા. છેલ્લા એક વર્ષથી અરુણાચલ પ્રદેશ ખાતે આઈટીબીપી માં ફરજ બજાવતા હતા.બનાવ એવો બન્યો કે ટ્રેનિંગ પછી શપથ લીધાના એક દિવસ બાદ આવેલ એટેક જીવલેણ નીવડ્યો રોહિતભાઈ ડાંગરના પાર્થિવદેહને વતન લાવવામાં આવ્યો છે. જેમની નેસડા ખાતે અંતિમવિધિ થઈ હતી. બનાવને લઈ આહિર સમાજમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. રોહિતભાઈ શહીદ થયાના સમાચાર મળતા સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ચૂકી અને માતૃભૂમિને ખાતર પોતાના પ્રાણન્યોછાવર કરનાર રોહિતભાઈ ડાંગરને નેસડા ખાતેના નિવાસસ્થાને શક્તિસિંહ ગોહિલે પરિવારને રૂબરૂ મળી પુષ્પાંજલિ સાંત્વના પાઠવી પરિવારને આ કપરી પરિસ્થિતિને પહોંચી વળવા ઇશ્વર શક્તિ આપે તેવી પણ પ્રાર્થના કરી હતી. સામાન્ય રીતે સેનામાં જ્યારે કોઈ શહીદ થાય ત્યારે શહીદ થયેલાં સૈનિકને સન્માન મળે પણ સાથે આર્થિક વળતર પણ મળે પરંતુ રોહિતભાઈના કિસ્સામાં એવું હજુ સુધી ન થયું. રોહિતભાઈના પરિવાર દ્વારા શક્તિસિંહ ગોહિલને રજુઆત કરવામાં આવી હતી. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે દેશ માટે જીવ ન્યોછાવર કરનાર દરેક શહીદ સર્વોચ્ય આદરને પાત્ર છે. દરેક દેશવાસી આરામની ઊંઘ લઇ શકે છે તેના માટે સરહદ પર પહેરો દેતા જવાનો કારણભૂત છે. પોતાનું અસ્તિત્ત્વ દાવ પર લગાવીને જવાનો દેશના રક્ષણ માટે ખડેપગે રહે છે. જ્યારે પણ કોઇ જવાનની શહીદીની વાત નીકળે છે ત્યારે દરેક દેશવાસી પણ તેમને મનોમન વંદન કરે છે. પરંતુ રોહિતભાઈના પરિવારની વેદના સાંભળી ખુબજ દુઃખ થયું છે. આ મુદ્દો હું પાર્લામેન્ટમાં ઉઠાવીશ તેવી પરિવારને ખાતરી આપી હતી.

Trending

Exit mobile version