Gujarat
ગુજરાતના આ ગામમાં છે ઘરે ઘરે સૈનિક! સરહદ પર જતા પેહલા સૂરજ દેવી માતાના દર્શને માથું ટેકવે છે
બનાસકાંઠા જિલ્લામાં આવેલું એક એવું ગામ કે જે ગામે દેશની સુરક્ષા કાજે અર્પણ કર્યા છે અસંખ્ય સપૂતો. આ ગામના દરેક યુવાનોમાં દેશદાઝની ભાવના છે. દેશ માટે કંઈક કરી મીટવા આ ગામનો દરેક યુવાન છે તૈયાર… ત્યારે આવું તે કયું ગામ છે….અને આ ગામના લોકોમાં ક્યાંથી આવી આવી દેશ દાઝ…આવો જોઇએ અમારા આ ખાસ અહેવાલમાં.
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નજીક આવેલું મોટા ગામ…આ ગામનું જેવું નામ છે એવા જ આ ગામના યુવાનોના દેશ સેવા માટેના મોટા વિચાર છે. અંદાજીત 6 હજાર લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં 300 થી વધુ જવાનો દેશની સરહદ પર રહેલી સુરક્ષા એજન્સીઓ જેવી કે આર્મી,બીએસએફ,સીઆઈએફ,સહિત દેશના પોલીસદળમાં ફરજ અદા કરી કરી રહ્યા છે. આ ગામની માટીમાં જ દેશ સેવાની એવી સુવાસ ભરેલી છે કે તે દેશને નીતનવા વીર સપૂતો આપી રહી છે. આ ગામના સંતાનોમાં દેશદાઝ ફૂટી ફુટીને ભરેલી છે. તેના જ કારણે આ ગામનો યુવાનો અન્ય કોઈ સરકારી નોકરીઓની ઈચ્છા નથી ધરાવતા, પરંતુ દેશની સેવા કાજે દેશના સૈનિક બનવા થનગની રહ્યો છે. સામાન્ય રીતે અન્ય કોઈ ગામમાં જોવા જઈએ તો બાળકનો જન્મ થાય ત્યારથી જ બાળક મોટું થઇને શું બનશે તેને લઈ તેના પરિવારના લોકો બાળકને મોટો અધિકારી, ડોક્ટર કે એન્જીનીયર બનાવવાની ઇચ્છા ધરાવતા હોય છે. પરંતુ આ ગામના લોકો નાનપણથી જ બાળકને દેશસેવાની તૈયારીઓ કરતા શીખવી રહ્યાં છે. તેને જ કારણે જ આ ગામના યુવાનો દેશની રક્ષા કરવા માટે રાતદિવસ મહેનત કરી રહ્યા છે.
આ ગામના લોકોમાં આવી અનોખી દેશદાઝ કેવી રીતે ઉત્પન્ન થઈ અને આ ગામના દરેક યુવાન કેમ દેશની સુરક્ષા કાજે દેશની સુરક્ષા કંપનીઓમાં જોડાવા થનગની રહ્યો છે અગાઉ જ્યારે રાજા રજવાડાઓના રાજ હતા. તે સમયે મોટા પાલનપુર સ્ટેટ નવાબ હસ્તક હતું. તે સમયે અનેકવાર ડાકુઓ લૂંટ કરવા આવતા અને તે જ સમયથી નવાબ પણ આ મોટા ગામના લોકોને પોતાની સાથે સુરક્ષામાં રાખતા અને કોઈપણ લૂંટ થાય તે સમયે મોટા ગામના વડવાઓએ આ લૂંટારાઓને ઝેર કરતા અને પકડી નવાબ પાસે લાવી અનેક ઇનામો પણ જીતેલા છૅ. જોકે વડવાઓથી ચાલી આવતી આ પ્રણાલી આજે પણ અકબંધ જોવા મળી રહી છે. આ ગામમાં દેશની સુરક્ષા કાજે 4 લોકોએ શહીદી પણ વહોરી છે તો અનેક લોકો દેશસેવાની ફરજ પુરી કરી ઘરે પણ સુરક્ષિત આવ્યા છે. તો આ ગામના નિવૃત્ત સૈનિકો આજે યુવાનોને દેશની સુરક્ષા એજન્સીઓમાં જોડાવા આપી રહ્યાં છે તાલીમ. આ ગામમાં કોઈ પરિવારનો એક સંતાન તો કોઈ પરિવારના તમામ સંતાનો દેશની સેવા કાજે સરહદ પર માં ભોમની રક્ષા કરી રહ્યા છે.
દેશને આઝાદી મળ્યા બાદ મોટા ગામના પ્રથમ બે યુવાનો 1976મા આર્મીમાં જોડાયા હતા. ત્યારે આ ગામના ભુપતસિંહ રાજપૂત 1990માં કારગિલ ખાતે સફેદ નાલના ટાઇગર હિલ યુદ્વમાં પોતાના મિત્રોને સાથે રાખી અને દુશમનો પર થ્રિ -પીપલથી યુદ્ધમાં વિજય હાંસલ કર્યો હતો. જેમાં ભારતીય સેના દ્વારા ભુપતસિંહને કારગિલ એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. અને ગામનો જવાન કારગિલ એવોર્ડથી સન્માનિત થયા પછી તો આ ગામના યુવાનોમાં સૈન્ય દળોમાં જોડાવા ઉત્સાહ વધી ગયો. તો બીજી તરફ ગામ વાયકા મુજબ મોટા ગામમાં સૂરજ દેવીનું વર્ષો જૂનું મંદિર પણ આવેલું છે. આ ગામના જે પણ જવાન દેશની રક્ષા કરવા જવા માટેનો વિચાર કરે છે તે સૌ પ્રથમ આ મંદિરે દર્શન કરવા પહોંચે છે અને ત્યારબાદ જ સરહદ પર જવા રવાના થાય છે. આ ગામમાં આવેલા સૂરજ દેવીના મંદિર પ્રત્યે આ ગામના લોકોને એટલી બધી શ્રદ્ધા છે કે દેશની સેવા કાજે જતા પહેલા જવાન સૂરજ દેવીનાં દર્શન કરીને જ જાય છે. જેથી માતા સૂરજ દેવી તેમની સરહદ પર રક્ષા કરે છે. તો બીજી તરફ ગામના જ શહીદ થયેલા બહાદુર સિંહના નામની એક પ્રાથમિક શાળા પણ આવેલી છે. આ પ્રાથમિક શાળામાં આ ગામ સહિત આસપાસના વિસ્તારમાં રહેતા ગરીબ લોકો પોતાનું ભણતર પૂરું કરી ભારત દેશની રક્ષા કરવા તૈયાર થાય છે. ત્યારે દેશને સમર્પિત આ ગામ ફક્ત બનાસકાંઠા જિલ્લા જ નહીં પરંતુ સમગ્ર રાજ્ય તેમજ દેશમાં દેશ સેવા માટે વિખ્યાત છે.
કારગિલ એવોર્ડ વિજેતા સૈનિક ભુપતસિંહ રાજપૂત જણાવે છે કે, હું દેશ સેવા કરીને આવ્યો આજે મારાં ગામના યુવાનોને જે પણ તાલીમ જોઈએ તે આપું છું. મને નાનપણથી જ ફોઝી બનવાનો શોખ હતો અને હું સેનામાં જોડાયો મને ખુબજ ગર્વ છે.
મોટાગામના 300 થી વધુ યુવાનો માં ભોમની રક્ષા કરવા માટે દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓમાં ફરજ બજાવે છે. કોઈ પરિવારનો એક દીકરો ફોજમાં છે, તો કોઈનું આખું પરિવાર ફોજમાં ફરજ બજાવે છે. ગામના અસંખ્ય યુવાનો દેશની રક્ષા કરવા માટે વિવિધ ભરતીયોની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે આ પોતાના પુત્રો દેશની રક્ષા કરતા હોવાથી આ ગામના દરેક પરિવારના લોકો તેમના ઉપર ગર્વ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમારા માટે પહેલા દેશ છે અને પછી અમારો પરિવાર.
ગામની મહિલાઓ પણ પોતાના પતિ, દીકરાઓને હોંશેહોંશે સરહદ પર મોકલવા તૈયાર થાય છે. તેઓને પણ આ વિશેનો ગર્વ છે. ત્યાર ગામના બાલુબેન રાજપૂત કહે છે કે, મારાં 3 દીકરાઓ સરહદ પર દેશની સેવા કરે છૅ હવે મારો પૌત્ર પણ દેશ સેવા માટે જશે મને ખુબ ગમે છે.
બનાસકાંઠા જિલ્લામાં આવેલું એક એવું ગામ કે જે ગામે દેશની સુરક્ષા કાજે અર્પણ કર્યા છે અસંખ્ય સપૂતો. આ ગામના દરેક યુવાનોમાં દેશદાઝની ભાવના છે. દેશ માટે કંઈક કરી મીટવા આ ગામનો દરેક યુવાન છે તૈયાર… ત્યારે આવું તે કયું ગામ છે….અને આ ગામના લોકોમાં ક્યાંથી આવી આવી દેશ દાઝ…આવો જોઇએ અમારા આ ખાસ અહેવાલમાં.
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નજીક આવેલું મોટા ગામ…આ ગામનું જેવું નામ છે એવા જ આ ગામના યુવાનોના દેશ સેવા માટેના મોટા વિચાર છે. અંદાજીત 6 હજાર લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં 300 થી વધુ જવાનો દેશની સરહદ પર રહેલી સુરક્ષા એજન્સીઓ જેવી કે આર્મી,બીએસએફ,સીઆઈએફ,સહિત દેશના પોલીસદળમાં ફરજ અદા કરી કરી રહ્યા છે. આ ગામની માટીમાં જ દેશ સેવાની એવી સુવાસ ભરેલી છે કે તે દેશને નીતનવા વીર સપૂતો આપી રહી છે. આ ગામના સંતાનોમાં દેશદાઝ ફૂટી ફુટીને ભરેલી છે. તેના જ કારણે આ ગામનો યુવાનો અન્ય કોઈ સરકારી નોકરીઓની ઈચ્છા નથી ધરાવતા, પરંતુ દેશની સેવા કાજે દેશના સૈનિક બનવા થનગની રહ્યો છે. સામાન્ય રીતે અન્ય કોઈ ગામમાં જોવા જઈએ તો બાળકનો જન્મ થાય ત્યારથી જ બાળક મોટું થઇને શું બનશે તેને લઈ તેના પરિવારના લોકો બાળકને મોટો અધિકારી, ડોક્ટર કે એન્જીનીયર બનાવવાની ઇચ્છા ધરાવતા હોય છે. પરંતુ આ ગામના લોકો નાનપણથી જ બાળકને દેશસેવાની તૈયારીઓ કરતા શીખવી રહ્યાં છે. તેને જ કારણે જ આ ગામના યુવાનો દેશની રક્ષા કરવા માટે રાતદિવસ મહેનત કરી રહ્યા છે.
સૈન્યમાં જોડાવવા તત્પર યુવાન અજીતભાઈ કહે છે કે, અમે કોઈ સરકારી નોકરીમાં જવા તૈયારી નથી કરતા, અમે આર્મીમાં જવા તૈયારી કરી રહ્યા છીએ. તો મોટા ગામના સરપંચ ભરતસિંહે કહ્યું કે, અમારા ગામનું લોહી જ એવુ છે કે દરેક યુવાન ફોજમાં જોડાવવા તત્પર છૅ. ગામના આગેવાન ગુલાબસિંહ રાજપૂત કહે છે કે, અમારા ગામના લોકોમાં દેશ સેવા ડીએનએ માં જ છે જયારે નવાબનું રાજ હતું.
આ ગામના લોકોમાં આવી અનોખી દેશદાઝ કેવી રીતે ઉત્પન્ન થઈ અને આ ગામના દરેક યુવાન કેમ દેશની સુરક્ષા કાજે દેશની સુરક્ષા કંપનીઓમાં જોડાવા થનગની રહ્યો છે અગાઉ જ્યારે રાજા રજવાડાઓના રાજ હતા. તે સમયે મોટા પાલનપુર સ્ટેટ નવાબ હસ્તક હતું. તે સમયે અનેકવાર ડાકુઓ લૂંટ કરવા આવતા અને તે જ સમયથી નવાબ પણ આ મોટા ગામના લોકોને પોતાની સાથે સુરક્ષામાં રાખતા અને કોઈપણ લૂંટ થાય તે સમયે મોટા ગામના વડવાઓએ આ લૂંટારાઓને ઝેર કરતા અને પકડી નવાબ પાસે લાવી અનેક ઇનામો પણ જીતેલા છૅ. જોકે વડવાઓથી ચાલી આવતી આ પ્રણાલી આજે પણ અકબંધ જોવા મળી રહી છે. આ ગામમાં દેશની સુરક્ષા કાજે 4 લોકોએ શહીદી પણ વહોરી છે તો અનેક લોકો દેશસેવાની ફરજ પુરી કરી ઘરે પણ સુરક્ષિત આવ્યા છે. તો આ ગામના નિવૃત્ત સૈનિકો આજે યુવાનોને દેશની સુરક્ષા એજન્સીઓમાં જોડાવા આપી રહ્યાં છે તાલીમ. આ ગામમાં કોઈ પરિવારનો એક સંતાન તો કોઈ પરિવારના તમામ સંતાનો દેશની સેવા કાજે સરહદ પર માં ભોમની રક્ષા કરી રહ્યા છે.
દેશને આઝાદી મળ્યા બાદ મોટા ગામના પ્રથમ બે યુવાનો 1976મા આર્મીમાં જોડાયા હતા. ત્યારે આ ગામના ભુપતસિંહ રાજપૂત 1990માં કારગિલ ખાતે સફેદ નાલના ટાઇગર હિલ યુદ્વમાં પોતાના મિત્રોને સાથે રાખી અને દુશમનો પર થ્રિ -પીપલથી યુદ્ધમાં વિજય હાંસલ કર્યો હતો. જેમાં ભારતીય સેના દ્વારા ભુપતસિંહને કારગિલ એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. અને ગામનો જવાન કારગિલ એવોર્ડથી સન્માનિત થયા પછી તો આ ગામના યુવાનોમાં સૈન્ય દળોમાં જોડાવા ઉત્સાહ વધી ગયો. તો બીજી તરફ ગામ વાયકા મુજબ મોટા ગામમાં સૂરજ દેવીનું વર્ષો જૂનું મંદિર પણ આવેલું છે. આ ગામના જે પણ જવાન દેશની રક્ષા કરવા જવા માટેનો વિચાર કરે છે તે સૌ પ્રથમ આ મંદિરે દર્શન કરવા પહોંચે છે અને ત્યારબાદ જ સરહદ પર જવા રવાના થાય છે. આ ગામમાં આવેલા સૂરજ દેવીના મંદિર પ્રત્યે આ ગામના લોકોને એટલી બધી શ્રદ્ધા છે કે દેશની સેવા કાજે જતા પહેલા જવાન સૂરજ દેવીનાં દર્શન કરીને જ જાય છે. જેથી માતા સૂરજ દેવી તેમની સરહદ પર રક્ષા કરે છે. તો બીજી તરફ ગામના જ શહીદ થયેલા બહાદુર સિંહના નામની એક પ્રાથમિક શાળા પણ આવેલી છે. આ પ્રાથમિક શાળામાં આ ગામ સહિત આસપાસના વિસ્તારમાં રહેતા ગરીબ લોકો પોતાનું ભણતર પૂરું કરી ભારત દેશની રક્ષા કરવા તૈયાર થાય છે. ત્યારે દેશને સમર્પિત આ ગામ ફક્ત બનાસકાંઠા જિલ્લા જ નહીં પરંતુ સમગ્ર રાજ્ય તેમજ દેશમાં દેશ સેવા માટે વિખ્યાત છે.કારગિલ એવોર્ડ વિજેતા સૈનિક ભુપતસિંહ રાજપૂત જણાવે છે કે, હું દેશ સેવા કરીને આવ્યો આજે મારાં ગામના યુવાનોને જે પણ તાલીમ જોઈએ તે આપું છું. મને નાનપણથી જ ફોઝી બનવાનો શોખ હતો અને હું સેનામાં જોડાયો મને ખુબજ ગર્વ છે.