Gujarat

ખાખરીયા ગામે ચાર દિવસીય શ્રી સીતારામજી, શ્રી રાધાકૃષ્ણજી અને ભગવાન શિવજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો

Published

on

ખાખરીયા ગામે ચાર દિવસીય શ્રી સીતારામજી, શ્રી રાધાકૃષ્ણજી અને ભગવાન શિવજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો


ખાખરીયા ગામના વતની અને જાણીતા કથાકાર પૂ.વિષ્ણુબાપુની પાવન ઉપસ્થિતમાં તેમજ સમગ્ર ખાખરીયા ગામના સહિયારા સહયોગથી ધર્મ કાર્ય સંપન્ન થયું

પરેશ
સનાતન ધર્મમાં વ્યવસ્થાનાં ભાગ દરેક ગામમાં વૈષ્ણવ, શૈવ અને દૈવી મંદિરથી સમગ્ર ગામમાં ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક વાતાવરણ બન્યું રહે માટે આપણી પરંપરા મુજબ ગામ મંદિરોમાં ઠાકોરજી અને શિવ મંદિરોમાં ધર્મની જ્યોત પ્રજવલ્લિત રહે છે, ત્યારે સિહોરનાં ખાખરીયા (ખોડીયાર) ગામ ખાતે જન્માષ્ટમીનાં પાવન દિવસો દરમિયાન પુનઃ નિર્મિત થયેલ ભગવાન શ્રી સીતારામજી, શ્રી રાધેકૃષ્ણજી તેમજ શિવ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમગ્ર ખાખરીયા ગામના સહિયારા સહયોગથી પૂજ્ય ભુદેવોના મંત્રોચ્ચાર સાથે નિર્વિઘ્ને પૂર્ણ થયેલ, જેમાં પ્રથમ દિવસે આપણી દેહાંત જગ્યાના સંતો-મહંતોની ધર્મસભાનુ પણ દિવ્ય આયોજન થયેલ હતું

Exit mobile version