Bhavnagar

સેવા પ્રકલ્પો સાથે જન્મદિવસની ઉજવણી કરતા સિહોર કોંગ્રેસના યુવા નેતા નૌશાદ કુરેશી

Published

on

સેવા પ્રકલ્પો સાથે જન્મદિવસની ઉજવણી કરતા સિહોર કોંગ્રેસના યુવા નેતા નૌશાદ કુરેશી


કોંગ્રેસના ઉપપ્રમુખ નૌશાદ કુરેશીનો આજે જન્મદિવસ હતો. બહુ ઉપયોગી ઓકસીજનની કીટનું વિતરણ કરી જન્મ દિવસ ઉજવ્યો


પવાર
સિહોર શહેરના કોંગ્રેસ ઉપ્રમુખ અને યુવા નેતા તરીકે જાણીતા નૌશાદનો જન્મદિવસ આજરોજ સિહોર ખાતે સેવાકીય કાર્યક્રમો સાથે ઉજવવામાં આવ્યો હતો. સમાજના વિવિધ વર્ગોના કલ્યાણ માટે સમર્પિત નૌશાદ કુરેશીએ પોતાનો જન્મદિવસ સમાજ સેવાને સમર્પિત કરીને નવો દાખલો બેસાડ્યો છે. આજના દિવસે નૌશાદ કુરેશીએ વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. નૌશાદ કુરેશી અનેક સેવાકિય કાર્યો સાથે જોડાયેલા છે અને સેવાની જયોત પ્રજવલ્લીત કરી રહ્યા છે, આજે તેઓના જન્મદિવસની અનોખી સેવાકિય કાર્યો સાથે ઉજવણી કરી હતી. ઓકસીજનની કીટનું વિતરણ કરીને  ઉજવ્યો હતો આ કીટ વિતરણમાં કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ, ધીરૂભાઇ ચૌહાણ, સમીર બેલીમ ઉપસ્થિત રહ્યા હતા. અહીં નૌશાદ કુરેશીએ સમાજસેવા પ્રત્યેની પોતાની નિષ્ઠા દર્શાવી હતી. તેમણે કહ્યું કે, “સમાજસેવા એ મારા માટે ધર્મ છે. કુરેશીએ પોતાના જન્મદિવસને સમાજસેવાને સમર્પિત કરીને સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે. તેમનું આ કાર્ય અન્યોને પ્રેરણાદાયી બનશે.

Trending

Exit mobile version