Uncategorized

સિહોર શહેરના રાજમાર્ગો પર ખાડાઓનું રાજ, પદાધિકારીઓને ખાડા દેખાતા નથી

Published

on

સિહોર શહેરના રાજમાર્ગો પર ખાડાઓનું રાજ, પદાધિકારીઓને ખાડા દેખાતા નથી


રાહદારીઓ અને વાહનચાલકો છાસવારે ગબડી પડે છે, વડલાચોક બસ્ટેન્ડ નજીક પણ દુર્દશા યથાવત, તંત્રવાહકોના અખાડા, શહેરની મોટી કમનસીબી

પવાર
સિહોર શહેરના રાજમાર્ગોમાં ઘણા સમયથી અનેક સ્થળોએ મોટા મોટા ખાડાઓ પડી ગયા છે. જેના કારણે છાસવારે વાહનચાલકો અને રાહદારીઓ ગબડી પડે છે અને ઈજાગ્રસ્ત થતા હોય તંત્ર દ્વારા વહેલી તકે આ ખાડાઓની મરામત કરાવવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામેલ છે. રાજકીય ઈચ્છાશકિતના અભાવે આ ગંભીર સમસ્યાઓનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેની તાતી આવશ્યકતા જણાઈ રહેલ છે. સિહોર શહેરના મુખ્ય પ્રવેશના રસ્તાઓમાં ઘણા મહિનાઓથી મોટા ખાડાઓ પડી ગયા છે. આ ખાડાઓના કારણે વાહનચાલકો અને રાહદારીઓને નિયમીત પારાવાર સહન કરવુ પડે છે. વડલાચોક, બસ્ટેન્ડ, ટાણા ચોકડી સહિતના રસ્તાઓ ઉપર મોટા ખાડાઓ પડી ગયા છે. ઉપરાંત નગરપાલિકા, પોલીસ સ્ટેશન, પાસે પાસે પણ આવી જ દશા છે.  રસ્તાઓના ખાડાઓનું સમારકામ કોઈને દેખાતા નથી. અનેકો વખત ખાડા પુરાવા માટે રજુઆત થઈ છે. તેમ છતાં ખાડા પુરાતા નથી. તે કમનસીબી છે

Exit mobile version