Uncategorized

સિહોર એલડીમુનિ સ્કૂલ ખાતે કાનૂની શિબિર યોજાઈ

Published

on

સિહોર એલડીમુનિ સ્કૂલ ખાતે કાનૂની શિબિર યોજાઈ

દેવરાજ
સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ, સિહોર પોલીસ તેમજ શહેરની પ્રતિષ્ઠિત જે 100 વર્ષ જ જૂની  શિક્ષણ સંસ્થા એવી શ્રી એલ.ડી મુનિ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે એક કાનૂની શિબિરનું આયોજન થયું હતું. એલડીમુની સ્ફુલના સાયન્સ હોલ ખાતે આશરે 400 થી વધુ વિદ્યાર્થીઓ ની ઉપસ્થિતિમાં પોકસો ,ટ્રાફિક, સાઇબર ક્રાઇમ અંગે ઓવેનેસ કાર્યક્રમ યોજાયેલ જેમાં પોલીસ અધિકારી એ.બી ગોહિલ દ્વારા ખુબજ રસપ્રદ કાયદા અંગે માહિતી આપી હતી જેમાં ખાસ જાતીય સતામણી અંતર્ગત પોકસો,ટ્રાફિક, સાયબર તેમજ ખાસ વ્યાજખોર નાબૂદી અંગે માહિતી આપી હતી .તેમજ સાયબર ક્રાઇમના અધિકારી શ્રી ગૌતમભાઈ દવે તથા સિહોર પોલીસ સ્ટેશનના પોલીસ વિજયભાઈ ભાટસિયા અને સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિના મેમ્બર હરીશ પવાર દ્વારા માહિતગાર કરેલ વધુ માં ખાસ પોકસો, સાયબર ક્રાઇમ, વ્યાજખોર  તથા ટ્રાફિક નિયમોની  જાણકારી આપી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો હતો. મહેમાનોનું  સ્વાગત અતુલભાઇ મહેતાએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમથી માહિતગાર શાળાના શિક્ષક આર. એચ. વાઘેલા કર્યા હતા. કાર્યક્રમની  આભાર વિધિ સતિષભાઈ મકવાણા એ કરી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના ઉત્સાહી શિક્ષક જીગ્નેશભાઈ વ્યાસે કર્યું હતું.

Exit mobile version