Sihor
સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ લાવવા સિહોર પોલીસની SHE ટીમ દ્વારા વડીલોની મુલાકાત લીધી
- મારુ કંસારા વાડી ખાતે કાર્યક્રમનુ આયોજન થયું, પત્રિકા વિતરણ સહીત પોલીસની SHE ટીમ દ્વારા વડીલોને સાઈબર ક્રાઈમ અંગે સમજણ અપાઈ
એક તરફ વધુમાં વધુ ડિજિટલ ટ્રાન્જેક્શન થાય તેના માટે ખૂબ વડાપ્રધાન પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે જ સાયબર ગઠિયાઓ જુદા જુદા પ્રકારે લોકો સાથે સાયબર ઠગાઈ કરી રહ્યા છે. તેમાય ખાસ કરીને વડીલોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. વડીલો સાયબર ક્રાઇમ તથા સાયબર ફ્રોડના ભોગ બને નહીં તેના માટે સિહોર પોલીસ દ્વારા ખાસ સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
જેમાં પોલીસની ટીમ વિસ્તાર વાઇઝ સિનિયર સિટીઝનોની મુલાકાત લઇ તેમને આ બાબતે જાગૃત કરવાનું કામ શરૂ કર્યું છે સાયબર ગઠિયાઓ જુદા જુદા પ્રકારે લોકો સાથે સાઇબર ઠગાઈ કરી રહ્યા છે. તેમાય ખાસ કરીને વડીલોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે.
વડીલો સાયબર ક્રાઇમ તથા ફ્રોડના ભોગ બને નહીં તેના માટે સિહોર પોલીસ દ્વારા ખાસ સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં પોલીસની SHE ટીમ દ્વારા મારુ કંસારા વાડી ખાતે સિનિયર સિટીઝનોની મુલાકાત લઇ તેમને આ બાબતે જાગૃત કર્યા હતા અને સિનિયર સિટીઝનની રૂબરૂ મુલાકાત લઇ ને સાયબર ક્રાઇમ અંગેની જાગૃતિ અંતર્ગત જુદી જુદી બાબતોથી માહિતગાર કર્યા હતા.