Health

સિહોરના નેસડા ગામના શહીદ આર્મી જવાન રોહિતભાઈ ડાંગરને રાજુલા આહીર સમાજે શ્રદ્ધાંજલિ અર્પી

Published

on

સિહોરના નેસડા ગામના શહીદ આર્મી જવાન રોહિતભાઈ ડાંગરને રાજુલા આહીર સમાજે શ્રદ્ધાંજલિ અર્પી


દેવરાજ
સિહોરના નેસડા ગામના શહીદ આર્મી જવાન રોહિતભાઈ ડાંગરને રાજુલા આહીર સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પી હતી. નેસડા ગામના આર્મી જવાન રોહિતભાઈ ઉકાભાઇ ડાંગર વીરગતિ પામ્યા છે . દેશપ્રેમી અને દેશ પ્રત્યે કંઇક કરવાની ભાવના ધરાવતા હતા
છેલ્લા એક વર્ષથી અરુણાચલ પ્રદેશ ખાતે આઈટીબીપી માં ફરજ બજાવતા હતા.બનાવ એવો બન્યો કે ટ્રેનિંગ પછી શપથ લીધાના એક દિવસ બાદ આવેલ એટેક જીવલેણ નીવડ્યો રોહિતભાઈ ડાંગરના પાર્થિવદેહને વતન લાવવામાં આવ્યો છે. આજે નેસડા ખાતે અંતિમવિધિ થઈ હતી. ગઈકાલે સવારે 7 વાગે નારી ચોકડીથી નેસડા સુધી વીર શહિદ યાત્રા નીકળી હતી. આહિર સમાજમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. રોહિતભાઈ શહીદ થયાના સમાચાર મળતા સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ચૂકી અને માતૃભૂમિને ખાતર પોતાના પ્રાણન્યોછાવર કરનાર રોહિતભાઈ ડાંગરને રાજુલા આહીર સમાજે આજરોજ પુષ્પ અને દીપથી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. બે મિનિટ મૌન પાળી વીર જવાનને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી. આહીર સમાજે પરિવારને આ કપરી પરિસ્થિતિને પહોંચી વળવા ઇશ્વર શક્તિ આપે તેવી પણ પ્રાર્થના કરી હતી.

Exit mobile version