Bhavnagar

લાઈફ સાયન્સ ભવનના પ્રાંગણમાં પણ ગુરુ પૂર્ણિમાની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવી હતી

Published

on

અષાઢની પૂર્ણિમાના દિવસે આવતો ગુરૂ પૂર્ણિમા અનેરું માહાત્મય ધરાવે છે. અષાઢની પૂર્ણિમા પસંદ કરવા પાછળનો ઊંડો અર્થ એ છે કે ગુરુ પૂર્ણ ચંદ્ર જેવા છે. જેઓ પ્રકાશથી ભરેલા છે અને શિષ્યો અષાઢના વાદળો જેવા છે. અષાઢમાં ચંદ્ર વાદળોથી ઘેરાયેલો હોય છે જાણે ગુરુ તેમના શિષ્યોથી વાદળોના રૂપમાં ઘેરાયેલા હોય છે. અંધકારમાં પણ ગુરુ ચંદ્રની જેમ ચમકે. ગુરુનો દરજ્જો ત્યારે જ મહાન છે જો તે અંધકારથી ઘેરાયેલા વાતાવરણમાં પણ પ્રકાશ લાવી શકે. તેથી અષાઢની પૂર્ણિમાનો દિવસ મહત્વપૂર્ણ છે.

કોઈ પણ સમાજ અથવા દેશનું સારું ભવિષ્ય બનાવવાની જવાબદારી તે દેશના શિક્ષકોની છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના લાઈફ સાયન્સ ભવનના પ્રાંગણમાં પણ ગુરુ પૂર્ણિમાની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન ભવનના વિદ્યાર્થીની કિંજલ પંડ્યા દ્વારા કરવામાં આવેલ જેમાં ઉજવણીની શરૂઆત ભારતીય પરંપરા મુજબ વિદ્યાના દેવી માં સરસ્વતીજી ના આહવાન થી થયેલી ત્યારબાદ ક્રમશ ભવનનાં શિક્ષકોનું બહુમાન કંકુતિલક દ્વારા કરવામાં આવેલ તેમજ વિદ્યાર્થીઓની શિક્ષકો માટેની લાગણી અને વિશ્વાસ તેમના વ્યક્તવ્યમાં છલકાઈ આવતા હતા, ત્યારબાદ ભવનના અઘ્યક્ષ ડો. ભારતસિંહ ગોહિલ દ્વારા જીવન માં સ્ત્રી , પુરુષ, વય, સંબંધ નો ભેદભાવ રાખ્યા વગર દરેક પાસેથી મળતા તમામ જ્ઞાનને કઈ પ્રકારે પ્રસ્થાપિત કરી શકાય તેની સમજ, તેમજ જીવનમાં સફળ થવાના આશીર્વાદ આપી કાર્યક્રમનું સુંદર આયોજન સાથે જોડાયેલ ટીમને ખુબ શુભેચ્છા પાઠવેલ.

Exit mobile version