Politics
રાહુલ ગાંધી ફરી નવા અંદાજમાં : કાફલો છોડી ટેકસીમાં મુસાફરી કરી
રાહુલ ગાંધી ફરી નવા અંદાજમાં : કાફલો છોડી ટેકસીમાં મુસાફરી કરી
ડ્રાઈવરે કહ્યુ સી.એન.જી.નાં ભાવ વધ્યા પરંતુ-ભાડુ નહી
કુવાડીયા
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ફરી એકવાર નવા અંદાજમાં જોવા મળ્યા હતા. સોમવારે (19મી ઑગસ્ટ) તેમણે કેબ બુક કરાવી અને પછી રાઈડ પર નીકળી ગયા હતા. આ દરમિયાન તેમણે ટેક્સી ડ્રાઈવર સુનીલ ઉપાધ્યાય સાથે લાંબી વાતચીત કરી હતી. તેમના પરિવાર સાથે ફોન પર વાત કરી. રાહુલ ગાંધીએ ટેક્સી ડ્રાઈવરના જીવનની મુશ્કેલીઓ વિશે વિગતવાર ચર્ચા કરી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે વાતચીત કરતા ટેક્સી ડ્રાઈવર સુનીલ ઉપાધ્યાયે પોતાની સમસ્યા જણાવી હતી. કોંગ્રેસ સાંસદે પૂછ્યું કે, ‘તમે કેટલા કલાક ટેક્સી ચલાવો છો?’ સુનીલ ઉપાધ્યાયે કહ્યું કે, ’કોઈ સમય નથી. ઘણી વખત હું બે દિવસ સુધી ટેક્સી ચલાવું છું. પહેલા જ્યારે સી.એન.જી.નો ભાવ 30 રૂપિયા હતો. ત્યારે કાર આ જ રેટથી ચાલતી હતી અને આજે જ્યારે 90-95 રૂપિયા થઈ ગઈ છે ત્યારે પણ આ જ રેટથી કાર ચાલી રહી છે. સી.એન.જીના ભાવ વધી રહ્યા છે, પરંતુ ભાડું વધુ વધી રહ્યું નથી.’ વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ ટેક્સી ડ્રાઈવરને પૂછ્યું કે, ‘આ સેક્ટરમાં કયા પ્રકારના ફેરફારોની જરૂર છે?’ ટેક્સી ડ્રાઈવર સુનીલ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ‘લઘુત્તમ વેતનનું મળે જેથી ડ્રાઈવરો કપાત બાદ તેમના પરિવારનું ભરણપોષણ કરવા માટે પૂરતી કમાણી કરી શકે.’