Latest News

ધર્મની રક્ષા માટેનું ક્ષત્રિયોનું મોટુ બલીદાન અને ઋણ સ્‍વીકારી વિવાદ શાંત કરવો જોઇએ : ડો. પ્રવિણ તોગડીયા ચોટીલામાં

Published

on

ધર્મની રક્ષા માટેનું ક્ષત્રિયોનું મોટુ બલીદાન અને ઋણ સ્‍વીકારી વિવાદ શાંત કરવો જોઇએ : ડો. પ્રવિણ તોગડીયા ચોટીલામાં

કુવાડિયા
યાત્રાધામ ચોટીલા ખાતે આંતરરાષ્ટ્રીય હિન્‍દુ પરિષદનાં અધ્‍યક્ષ પ્રવિણ તોગડીયા એ તેમની ટીમ સાથે ઉડતી મુલાકાત લીધી હતી.ચોટીલા ખાતે હિંન્‍દુ પરિષદનાં સ્‍થાનિક હોદ્દેદારો અને ગૌરક્ષક દ્વારા તેમનું સ્‍વાગત સન્‍માન કરેલ હતુ તેમજ આગેવાનો સાથે બેઠક યોજવામાં આવેલ હતી જેમા આગામી સમયમાં ગામે ગામ હનુમાન ચાલીસા કેન્‍દ્ર અંગે ચર્ચા વિચારણા કરેલ હતી તેમજ સ્‍વર્ગસ્‍થ ગૌરક્ષક રાજુભાઇનાં પરિવાર દ્વારા શાલ ઓઢાડી તલવાર અર્પણ કરી સન્‍માન કરવામાં આવેલ હતું.થાનરોડ ખાતે આવેલ ગૌરક્ષક સ્‍વ. રાજુભાઇ ખાચરનાં સ્‍ટેચ્‍યુને પૂષ્‍પાંજલી અર્પણ કરીને ચામુંડા તળેટી મંદિર ખાતે દર્શન કરી માતાજીને શિષ નમાવી ડુંગર મંદિર મહંતનાં આશિર્વાદ લીધા હતા. રૂપાલાની ટીપ્‍પણી બાદ સર્જાયેલ વિવાદ અંગે પુછતા જણાવ્‍યું હતું કે દેશમાં એવી માતાઓ હતી જેમણે પતિને યુધ્‍ધમાં મોકલતી વખતે માથું કાપી આપ્‍યું હોય, દિકરા અને પતિને તિલક કરી આરતી ઉતારી યુધ્‍ધમાં લડવા, મરવા મોકલ્‍યા એટલે આજે આપણે હિન્‍દુ તરીકે જીવતા છીએ, દરેક જાતીએ યુધ્‍ધમાં ભાગ લઈ બલીદાનો આપ્‍યા છે જેમા સૌથી મોટુ નેતૃત્‍વ ક્ષત્રિય સમાજનું હતું કારણ કે ધર્મે એમણે ધર્મ રક્ષા કરવાના આદેશ અને સંસ્‍કારો આપ્‍યાં હતા એટલે ધર્મની રક્ષા માટેનું આવડું મોટુ બલિદાન સ્‍વીકારવું જોઈએ આ વિવાદ લાંબો નહીં ચાલવા દેવો જોઈએ અને શાંત કરવો જોઈએ તેમ જણાવ્‍યું હતું.

Trending

Exit mobile version