Sihor

સિહોરમાં શની મહારાજના જય જયકાર સાથે જન્‍મોત્‍સવની ભાવભેર ઉજવણી

Published

on

પવાર

શનિ દેવ મંદિરે સવારથી દર્શન માટે કતારો લાગી, હનુમાન ધારા મંદિર ખાતે આવેલ શની મહારાજના મંદિરમાં વિશેષ પૂજન-અર્ચન, મહાઆરતી, મહાપ્રસાદ સહીતના કાર્યક્રમો

સિહોર સહીત જિલ્લામાં આજે શનિદેવ મહારાજના જન્‍મોત્‍સવની ભવ્‍યતાથી ઉજવણી કરવામાં આવી રહી છે. આજે શનિદેવ મહારાજનો જય જયકાર સાથે જન્‍મોત્‍સવ ઉજવાયો હતો. આજે વૈશાખ વદ અમાસના દિવસે ન્યાયનાં દેવ શનિદેવની શનિ જયંતીના અવસરે સિહોરના હનુમાનધારા મંદિર ખાતે આવેલ શનિદેવ મંદિરે વહેલી સવારથી ભકતોની લાંબી કતારો લાગી હતી.

દરેક વ્યકિતને તેના કર્મ અનુસાર શુભ-અશુભ ફળ પ્રદાન કરનાર શનિ દેવનો મહિમાં અપરંપાર છે. શનિદેવની પ્રસન્નતા મેળવવા શનિમંદિરમાં ભકતોએ તેલ, અડદ, તલ, કાળા વસ્ત્રો અર્પણ કરી શનિદેવને રીજવવા પૂજન અર્ચન દર્શન કર્યા હતાં. ઘણા ભકતોએ શનિદેવની માળાનો મંત્ર જાપ કર્યો હતો મંદિરમાં ઉપસ્થિત બ્રાહ્મણો પાસે પૂજા વિધિ બાદ દાન-દક્ષિણા આપી હતી. શનિદેવ મંદિરે વહેલી સવારથી દર્શન માટે ભાવિકોની કતારો લાગી હતી અસંખ્ય ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Vibrant celebration of Janmotsav with Jai Jayakar of Shani Maharaj in Sihore

શનિદેવ મંદિર ખાતે આજે શુક્રવારના રોજ શ્રી શનીજયંતી નિમિતે સવારથી ભાવીક ભકતજનો વહેલ ઉઠીને નિત્‍ય પૂજા પાઠ કર્યા બાદ શ્રી શનિદેવ મંદિરે આવી શ્રી શનિદેવ ભગવાનને અડદના દાણા અને તેલ ચડાવી કાળુ વષા ચડાવી તેમજ શનિદેવ મહારાજને શ્રીફળ વધેરી પુજા અર્ચન ભકિતભાવ પુર્વક સૌ ભાવીક ભકતજનોએ સવારથી કરેલ હતી. આજે અમાસ અને શની જયંતીનો સંયોગ ખુબ સરસ દિવસ શનિદેવની આારાધના કરવા માટેનો દિવસ છે.

Advertisement

Trending

Exit mobile version