Palitana

જૈનોના પવિત્ર તીર્થધામ હસ્તગીરીનીને લઇ મોટો નિર્ણય, પાલિતાણા ટ્રસ્ટે બહાર પાડી નોટિસ

Published

on

જૈનોના પવિત્ર તીર્થધામ હસ્તગીરીનીને લઇ મોટો નિર્ણય, પાલિતાણા ટ્રસ્ટે બહાર પાડી નોટિસ


પવાર
ભાવનગર જૈન તીર્થધામોમાં પવિત્રતા જળવાતી ન હોવાથી નોટિસ બહાર પાડતા દર્શનાર્થે આવતા ભક્તોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ચંદ્રોદય ટ્રસ્ટ્રે નિયમો જાહેર કર્યા છે.જૈન સમાજને લઈ પાલિતાણા ટ્રસ્ટે નોટિસ બહાર પાડી છે. તેમાં જૈન તીર્થધામોમાં પવિત્રતા ન જળવાતી હોવાનો ચંદ્રોદય ટ્રસ્ટ્રે નોટિસમાં ઉલ્લેખ કર્યો છે. શેત્રુંજીનાં પાલિતાણા ડુંગર પર આવેલા હસ્તગીરી તીર્થધામ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમજ લખ્યું છે કે, જૈનો અને અન્ય સમાજનાં લોકોએ હસ્તગીરી તીર્થધામને ફરવાનું સ્થળ બનાવી દીધું છે. તેમજ ડુંગર પરથી સારા દ્રશ્યો દેખાતા પ્રી-વેડિંગ શૂટ માટે કપલ્સનો ઘસારો પણ ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. જેને લઈ પાલિતાણાનાં ચંદ્રોદય ટ્રસ્ટે નિયમો બનાવીને નોટિસ પ્રસિદ્ધ કરી છે. જેમાં હસ્તગીરીની યાત્રા પગપાળા કરવી, તેમજ પિકનિક સ્પોટ નથી માટે મર્યાદા જાળવવી, સેલ્ફી કે વીડિયોગ્રાફી ન કરવી, કંદમૂળ લઈના ન આવવા, રાત્રિ ભોજન કે બજારનું ખાનપાન લઈને ન આવવા તેમજ ડુંગર પર પાન-ગુટખાનું સેવન ન કરવું, મોબાઈલ તેમજ કેમેરાનો ઉપયોગ બંધ કરવો. બહેનોએ મર્યાદાસભર વસ્ત્રો પહેરવા અને બ્રહ્મચર્યનું પાલન કરવા જેવા નિયમોને નોટિસ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.



જૈન ટ્રસ્ટે શું કહ્યું?


હસ્તગીરીજીની તીર્થયાત્રા પગે ચડીને જ કરવી જોઈએ

આ પિકનિક સેંટર નથી, મર્યાદાનું પાલન કરો

જૈનધર્મનું પવિત્ર કેન્દ્ર છે તેમાં સેલ્ફી, શૂટિંગ કરવું નહી

કંદમૂળ ગીરીરાજ પર લાવશો નહી

રાત્રીભોજન, બજારૂ ખાનપાન પવિત્ર સ્થળે ન લાવશો

પાન-ગુટખા ગીરીરાજ પર ખાવા નહી

મોબાઈલ અને કેમેરાનો ઉપયોગ કરવો નહી

બહેનોએ અંતરાય ચુસ્તપણે પાળવો

મર્યાદાસભર વસ્ત્રો પહેરવા, બ્રહ્મચર્યનું પાલન કરવું

Trending

Exit mobile version