Bhavnagar

પાલીતાણામાં તોડફોડના મામલે જૈન સમાજમાં ભારે આક્રોશ ; વિરમગામ જૈન સમાજ દ્વારા વિશાળ રેલી અને આવેદપત્ર

Published

on

દેવરાજ

વિરમગામ સમસ્ત જૈન સમાજ દ્વારા જૈનોના પવિત્ર તીર્થધામ પાલીતાણા મુકામે તાજેતરમાં રોહીશાળામાં આવેલા જૈનોના પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાનના ચરણ પાદુકા તેમજ રોહીશાળામાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરી નુકસાન કરી ધામક લાગણીને ઠેસ પહોંચાડયાનો બનાવ બન્યો હતો તેના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે.

રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા વિરમગામ શહેરના સમસ્ત જૈન સમાજ દ્વારા જૈનવાડી મુન્સર રોડ ખાતે ભેગા થઈ સખત વિરોધ કરી જૈનવાડીથી રેલી પ્રસ્થાન થઈ શહેરના મુખ્ય રાજમાર્ગ ઉપર ફરી તાલુકા સેવા સદન ખાતે મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરી શાશ્વત તીર્થની રક્ષા અને અસામાજિક પ્રવૃત્તિઓ બંધ કરાવવા લઈને ન્યાયની માંગણી કરવામાં આવી હતી.

Huge outrage in Jain society regarding vandalism in Palitana; Huge rally and petition by Viramgam Jain Samaj

આ રેલીમાં સમસ્ત જૈન સંઘના આગેવાનો વિપુલ ગાંધી ડોક્ટર અશ્વિનભાઈ શાહ ડોક્ટર જીગ્નેશ વોરા પિનલ ગાંધી ધર્મેશ સંઘવી સહિત સમસ્ત જૈન સમાજના શ્રાવક શ્રાવિકાઓ યુવાન યુવતીઓ બહેનો પાઠશાળાના નાના ભૂલકા રેલીમાં જોડાયા હતા.જય જય આદિનાથના ગગનભેરી નારાથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. ભારત ભરના તમામ જૈન સંઘ આ બનાવને સખત શબ્દોમાં વખોડી નાખેલ છે આ બાબતે જરૂરી કાર્યવાહી કરવા નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે શાશ્વત તીર્થ શેત્રુંજય અભિયાન રક્ષા માટે આગામી પહેલી જાન્યુઆરીના રોજ અમદાવાદ મુંબઈ સુરત ખાતે આચાર્ય ભગવાનતોની નિશ્રા સમસ્ત જૈન સમાજની શેત્રુંજય તીર્થ રક્ષા માટે રેલી કાઢવામાં આવશે.

Advertisement

Trending

Exit mobile version