Gujarat
અમેરિકાના ટેકસાસમાં કોંગ્રેસ સાંસદે છાત્રો સાથેની ચર્ચામાં ભાજપ-આરએસએસ પર નિશાન સાધ્યું
ફોટો
અમેરિકાના ટેકસાસમાં કોંગ્રેસ સાંસદે છાત્રો સાથેની ચર્ચામાં ભાજપ-આરએસએસ પર નિશાન સાધ્યું
લોકસભા ચૂંટણી પરિણામ બાદ લોકોમાં ભાજપ – મોદીનો ડર દૂર થઈ ગયો: રાહુલ
આરએસએસ અને ભાજપ ઈચ્છે છે કે મહિલાઓ ઘરમાં જ રહે, ભોજન બનાવે અને ઓછું બોલે જયારે અમે માનીએ છીએ કે મહિલાઓને આઝાદી મળે: આરએસએસ માને છે કે ભારત એક જ વિચાર છે જયારે અમારું માનવું છે કે ભારતમાં વિચારોની બહુવિધતા છે : જે મન ખોલીને વ્યકત કરે એ જ ભગવાન: રાહુલ
કુવાડિયા
લોકસભાના વિપક્ષ નેતા અને સાંસદ રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે આ પ્રવાસી દરમિયાન તે પણ ડલાસીમાં ટેકસાસ યુનિવર્સિટીના છાત્રો સાથે ચર્ચા કરીને આરએસએસ અને વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું.આ તકે રાહુલે જણાવ્યું હતું લોકસભા ચૂંટણીના પરિણામ બાદ લોકોમાં ભાજપ અને પીએન મોદીનો ડર ઓછો થયો છે.આ તકે રાહલે ભાજપ આરએસએસ પર પ્રહારો કરતા જણાવ્યું હતુ કે આ બંન્નેનું માનવું છે કે મહિલાઓને પરંપરાગત ભૂમિકાઓ સુધી સીકિત રાખવી તેણે ઘરમાં રહેવું ભોજન રાધવું, ઓછું બોલવું જયારે અમારું માનવું છે કે મહિલાઓને આઝાદી મળવી જોઈએ આ તકે રાહુલે ભગવાનની અનોખી વ્યાખ્યાન કરી હતી. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન રવિવારે તેમણે ટેક્સાસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જોરદાર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘આરએસએસ માને છે કે ભારત એક વિચાર છે. તે જ સમયે, અમે એમ માનીએ છીએ કે ભારત વિચારોની બહુમતી છે. અમે માનીએ છીએ કે દરેકને ભાગ લેવાની છૂટ હોવી જોઈએ, સ્વપ્ન જોવાની છૂટ હોવી જોઈએ અને તેમની જાતિ, ભાષા, ધર્મ, પરંપરા અથવા ઇતિહાસને ધ્યાનમાં લીધા વિના સ્થાન આપવું જોઈએ. આ એક લડાઈ છે અને આ લડાઈ ચૂંટણીમાં વધુ સ્પષ્ટ થઈ જ્યારે ભારતના કરોડો લોકો સ્પષ્ટપણે સમજી ગયા કે, ભારતના વડાપ્રધાન ભારતના બંધારણ પર હુમલો કરી રહ્યા છે.